September 20, 2021
September 20, 2021

ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ ? રૂપાલાએ કહ્યું- 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થશે

ગુજરાત (Gujarat) ની જનતા ફરી એકવાર મુખ્યમંત્રીના રાજીનામાના સમાચારથી ચોંકી ઉઠી છે. રાજ્યપાલને મળીને વિજય રૂપાણીએ પોતાના મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામુ આપ્યુ છે. ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ સર્જાઈ છે. હાલ સોશિયલ મીડિયા પણ ગુજરાતની રાજકીય હલચલની જ ચર્ચા છે. ત્યારે આ વચ્ચે વિજય રૂપાણીએ રાજ્યપાલને આપેલા રાજીનામાના અંશો સામે આવ્યા છે.  તો બીજી તરફ નવા મુખ્યમંત્રી તરીકે જયેશ રાદડીયા, પ્રદિપ સિંહ, નિતીન પટેલ, ગોરધન ઝડફિયા, મનસુખ ભાઇના નામ ચર્ચામાં છે. રૂપાલાનું નામ પણ ચર્ચામાં છે.

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામું આપ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માર્ગદર્શન હેઠળ ઘણું બધુ શીખવા મળ્યું છે. તથા ગુજરાતનો વિકાસ પણ થયો છે. ભાજપ દ્વારા મારા પર જે વિશ્વાસ મુકવામાં આવ્યો તે બદલ આભારી છું.આ સાથે જ તેમણે કહ્યું કે, 5 વર્ષમાં ગુજરાતના વિકાસમાં યોગદાન આપવાની જે તક મળી તે બદલ આભારી છું. આગામી સમયગાળામાં સંગઠન દ્વારા જે જવાબદારી આપવામાં આવશે તે હું સુપેરે નિભાવિશ.

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. તેમણે આ અંગે પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી. ત્યારે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને પણ ચર્ચા તેજ થઈ છે. હવે ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે.  આ દરમિયાન રાજ્યના નવા મુખ્યમંત્રીને લઈ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે.

રૂપાલાએ રૂપાણીના રાજીનામા બાદ તેમણે કહ્યું કે, નવા મુખ્યમંત્રી અંગે આવતીકાલ સાંજ સુધીમાં ખબર પડી જશે. તે સિવાય તેમણે કશું કહેવાનું ટાળ્યું હતું.

કોણ બની શકે છે ગુજરાતના નવા મુખ્યમંત્રી

ગુજરાતના નવા મુખ્યમંત્રી બનવાની રેસમાં મનસુખ માંડવિયા, ગોરધન ઝડફીયા, પુરષોત્તમ રૂપાલા, સી.આર.પાટીલ નામ હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે.  જાણીતા દૈનિક અકિલાના તંત્રી કિરીટ ગણાત્રાના કહેવા મુજબ, પાટીદાર ચહેરો જ મુખ્યમંત્રી બની શકે છે. ગોરધનભાઈ ઝડફિયા મુખ્યમંત્રી બની શકે છે.

પાર્ટી નક્કી કરશે મુખ્યમંત્રી : રૂપાણી
વિજય રૂપાણી રાજીનામાં બાદ કહ્યું હતું કે ભાજપમાં વિકાસ જ મુખ્ય ચહેરો છે અને છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં વિકાસનાં કામ કરવામાં જ આવી રહ્યા છે. તેમણે કહ્યું હું એક કાર્યકર્તા છું અને સંગઠન જ મારા માટે સર્વસ્વ છે અને આગામી મુખ્યમંત્રી કોણ હશે તે બધુ જ પાર્ટી નક્કી કરશે.

 60 ,  1