September 20, 2021
September 20, 2021

નીતિન પટેલની સુરક્ષામાં વધારો, હલચલ તેજ

ધારાસભ્યમાંથી જ કોઈ એક CM હશે: નરેન્દ્રસિંહ તોમર

ગુજરાતનાં નવા મુખ્યમંત્રી કોણ હશે તેના પર સસ્પેસ યથાવત છે અને રાજ્યમાં પાટીદાર મુખ્યમંત્રી આવે તેવી પ્રબળ શક્યતાઓ છે ત્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને દિગ્ગજ પાટીદાર નેતા નીતિન પટેલનાં ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. નીતિન પટેલનાં ઘરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને સુરક્ષાનાં ભાગ રૂપે નીતિન પટેલનાં ગાડીની પણ તપાસ કરવામાં આવી છે. એવામાં એવા સંકેત મળી રહ્યા છે કે નીતિન પટેલને જ ગુજરાતનું સિંહાસન સોંપી દેવામાં આવે. જોકે અંતે ભાજપનું હાઇકમાન્ડ સરપ્રાઈઝ આપે તો પણ નવાઈ નહીં, આજે જ ભાજપનાં ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે જેમા નવા નામની જાહેરાત કરવામાં આવશે. 

ગુજરાતમાં વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોરદાર હલચલ જોવા મળી રહી છે. રાજ્યમાં નવા મુખ્યમંત્રીને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ છે, સમગ્ર રાજ્યની નજર અત્યારે કમલમ પર છે અને કયું નામ સામે આવે છે તેની રાહ જોવામાં આવી રહી છે ત્યારે કેન્દ્રથી બે નેતાઓ નિરીક્ષક તરીકે ગુજરાતમાં આવેલા છે ત્યારે એરપોર્ટ પર નિરીક્ષકે મોટું નિવેદન આપ્યું છે. 

ધારાસભ્યમાંથી જ કોઈ એક CM હશે: નરેન્દ્રસિંહ તોમર

કેન્દ્રથી નરેન્દ્ર સિંહ તોમર અને તરુણ ચુગ ગુજરાત આવેલા છે અને પાટિલનાં નિવાસ સ્થાને આ મુદ્દે બેઠક કરવામાં આવી છે. આ બેઠક પહેલા એરપોર્ટ પર નરેન્દ્ર સિંહ તોમરે મોટું નિવેદન આપ્યું હતું. તોમરે કહ્યું કે જે પણ મુખ્યમંત્રી હશે તે ધારાસભ્યોમાંથી જ કોઈ હશે. તોમરે કહ્યું કે ધારાસભ્યો સાથે ચર્ચા કરવામાં આવશે અને અમે પાર્ટી અધ્યક્ષ સાથે ચર્ચા કરીને નવા મુખ્યમંત્રી અંગે ચર્ચા કરીશું. 

CMની રેસ માટે કોણ કોણ દાવેદાર?

રૂપાણીના રાજીનામા બાદ પાટીદાર નેતા અને કેન્દ્રીય મંત્ર મનસુખ માંડવિયા ગુજરાતના નવા સીએમ બને એવી વાતો વહેતી થઈ હતી. જોકે શનિવાર સાંજ સુધીમાં ભાજપે બાજી ફરેવી છે. વિશ્વાસપાત્ર વર્તુળોના જણાવ્યા મુજબ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના એડમિનીસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલ CMપદ માટે હુકમનો એક્કો બનશે. જ્યારે નીતિન પટેલ અને ગોરધન ઝડફિયાનું નામ પણ આ લિસ્ટમાં ચર્ચા રહ્યું છે. એવામાં હવે જોવાનું રહેશે કે પાર્ટી આ ચારમાંથી કોઈને CM બનાવે છે અથવા કોઈ નવો જ ચહેરો પ્રજા સમક્ષ લાવશે.

 20 ,  1