September 20, 2021
September 20, 2021

ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લેશે, અમિત શાહ રહેશે હાજર

સર્વસંમતિથી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે 2.20 કલાકે રાજ્યના 17 મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. ભૂપેન્દ્ર પટેલ આજે એકલા શપથ લેશે. અગાઉ રવિવારે સાંજે ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યા હતા અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.

55 વર્ષીય ભૂપેન્દ્ર પટેલને રવિવારે અમદાવાદમાં સર્વસંમતિથી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પટેલના નામની દરખાસ્ત કરી હતી. CM રૂપાણીએ શનિવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 182 સભ્યોની વિધાનસભામાં ભાજપના 112 ધારાસભ્યોમાંથી મોટાભાગના બેઠકમાં હાજર હતા.

5 વર્ષ બાદ પાટીદાર સમુદાયમાંથી બન્યા સીએમ

નોંધનીય છે કે ભાજપે 5 વર્ષ બાદ કોઈ પાટીદારને ફરીથી રાજ્યની કમાન સોંપી છે. મોદી-શાહે બહુ સમજી વિચારેલી રણનીતિ હેઠળ આ પગલું ઉઠાવ્યું છે. જેના દ્વારા પાર્ટી છેલ્લા કેટલાક સમયથી નારાજ પાટીદાર સમુદાયને ખુશ કરવા માંગે છે. 

અત્રે જણાવવાનું કે ગુજરાતમાં પાટીદાર સમુદાય ધન-બળ  બંને રીતે શક્તિશાળી ગણાય છે. ભાજપના બે દાયકાથી વધુ ચાલી રહેલી વિજય અભિયાનમાં આ સમુદાયની મોટી ભૂમિકા છે. 2016માં આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું હતું. તેઓ આ સમુદાયમાંથી આવે છે. ભૂપેન્દ્ર પટેલના હાથમાં રાજ્યનું નેતૃત્વ સોંપીને ભાજપ હાઈકમાને પાટીદાર કાર્ડ ખેલ્યું છે. 

પાટીદાર સમુદાયની તાકાતને એ વાતથી સમજી શકાય છે કે રાજ્યમાં 70થી વધુ ચૂંટણી બેઠકોનું પાસું પલટાઈ શકે છે. 2022માં રાજ્યમાં ચૂંટણી પહેલા ભાજપે આ કાર્ડ દ્વારા પાટીદાર સમુદાયના મનામણાની કવાયતમાં મોટું પગલું ભર્યું છે. 

4 રાજ્યોના મુખ્યમંત્રી રહેશે હાજર

આ શપથવિધિ સમારોહમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહેશે. જેમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સામેલ છે. કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ, અસમના સીએમ હિમંત બિસ્વા પણ હાજર રહેશે. આ ઉપરાંત હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર પણ હાજર રહી શકે છે. 

 144 ,  3