September 20, 2021
September 20, 2021

જામનગરમાં આભ ફાટ્યુ, રાજકોટમાં જળબંબાકાર

ગામો બેટમાં ફેરવાયા, હૅલિકૉપ્ટરથી રેસ્ક્યુ કરાયુ

જામનગરના કાલવડ તાલુકામાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. કાલવાડમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં અનરાધાર વરસાદ ખાબકતાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. કાલાવડ તાલુકામાં 8 ઈંચ વરસાદ વરસતા ચારે તરફ પાણી પાણી પ્રસરી ગયા છે. લાલપુર અને જામજોધપુરમાં બે ઈંચ, જામનગરમાં ત્રણ અને ધ્રોલમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે. જોડિયામાં પાંચ અને કાલવડમાં સાત ઈંચ વરસાદ વરસ્યો છે. મોડી રાતેથી વીજળીના કડાકા-ભડાકા સાથે ગાજવીજ વરસાદ વરસ્યો છે. કેટલાક ગામોમાં વરસાદી પાણી પણ ભરાયા છે.

જામનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના 25 પૈકી 6 ડેમ થયા ઓવરફ્લો થયા છે, રાજકોટના આજી 2 ડેમના ચાર દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે.

ડેમના નીચાણના વિસ્તારોમાં આવેલાં અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હાલમાં જળાશયની ભરપૂર સપાટી 7.76 મીટર છે અને ડેમમાં 4492 ક્યૂસેક પાણીની આવક થઈ છે. અને હજુ પણ અવિરત પણે વરસી રહ્યો છે. 

રાજકોટની ખોખળદળ નદીમાં પુર આવતાં પાણી ઘરમાં ઘૂસી ગયા છે. વેલનાથ પરા વિસ્તારમાં લોકોના ઘરમાં 4 ફૂટ જેટલા પાણી ઘૂસી ગયા છે. કંકાવટી ડેમ ઓવરફ્લો થતાં ઘુડશીયા, ફ્લા, બેરડા, અલીયાબાડા ગામમાં ડેમના પાણી ઘૂસ્યા છે. અલીયાબાડા ગામે પાણીમાં ફસાયેલા 25 લોકોને મનપા ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. 

જિલ્લામાં અનરાધાર વરસાદ વરસતાં તંત્ર દ્વારા જિલ્લાની તમામ શાળા બંધ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે આજે હવામાન વિભાગ દ્વારા સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 

લાઇવ અપડેટ: 
ગોંડલ માં વધુ ચાર કલાક માં સાડા ચાર ઈચ વરસાદ
છેલ્લા ૨૮ કલાક માં ૧૦ ઈચ વરસાદ
શહેર નો વેરી તળાવ, આશાપુરડેમ, સેતુબંધ ડેમ ઓવરફ્લો
ગોંડલ ની ગોંડલી નદી માં ઘોડાપુર
હજુ પણ ધોધમાર વરસાદ ચાલુ
વહીવટી તંત્ર દ્વારા શાળા કોલેજો માં રજા જાહેર
ગોંડલ શહેર ના રાજમાર્ગો પર પાણી પાણી
તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો માં રહેતા લોકો ને સલામત સ્થળે ખસેડવા કામગીરી હાથ ધરી

છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદને કારણે અનેક ડેમો ઓવરફ્લો
આજી ડેમ 2 ઓવરફ્લો, જેની સપાટી 30.10 ફૂટ
આજી ડેમ 3 ઓવરફ્લો, જેની સપાટી 26.70 ફૂટ
વેરી ડેમ ઓવરફ્લો,જેની સપાટી 9.40 ફૂટ
મોતીસર ડેમ ઓવરફ્લો,જેની સપાટી 14.80 ફૂટ
ખોડાપીપર ડેમ ઓવરફ્લો,જેની સપાટી 7.90 ફૂટ
છાપરવાડી-1 ડેમ ઓવરફ્લો,જેની સપાટી 14.50 ફૂટ

 45 ,  1