September 22, 2020
September 22, 2020

રાજ્યમાં કોરાનાનાં 1056 કેસ નોંધાયા, હાલ 14,170 એક્ટિવ કેસ

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 55,276 લોકોએ કોરોનાને આપી માત, જ્યારે 2674 લોકોનાં મોત થયા 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1056 કેસ નોંધાયા હતા. આ સાથે વધુ 22 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2674 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,170 એક્ટિવ કેસ છે, જ્યારે 55,276 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 76 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,094 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 72,120 પર પહોંચી છે.

આજે સુરત કોપોરેશન 176, અમદાવાદ કોપોરેશન 133, વડોદરા કોપોરેશન 93, રાજકોટ કોપોરેશન 61, સુરત 60, અમરેલી 42, રાજકોટ 35, કચ્છ 32, ભાવનગર કોપોરેશન 30, જામનગર કોપોરેશન 30, ગીર સોમનાથ 29, મોરબી 25, પોરબંદર 25, ભરૂચ 20, સુરેન્દ્રનગર 20, મહેસાણા 19, ભાવનગર 18, ગાંધીનગર 18, પંચમહાલ 18, વલસાડ 18, જુનાગઢ 16, ખેડા 15, વડોદરા 15, દાહોદ 14, પાટણ 13, અમદાવાદ 11, નર્મદા 11, મહીસાગર 9, નવસારી 9, બનાસકાંઠા 8, ગાંધીનગર કોપોરેશન 8, સાબરકાંઠા 8, દેવભૂમિ દ્વારકા 5, બોટાદ 3, આણંદ 2, છોટા ઉદેપુર 2, જુનાગઢ કોપોરેશન 2, અરવલ્લી 1, જામનગર 1, તાપી 1 કેસો મળ્યા છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરતમાં 4, સુરત કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 2, અમરેલીમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, મહેસાણામાં 1, પોરબંદરમાં 1, રાજકોટમાં 1, તાપીમાં 1 મળીને કુલ 25 લોકોના મોત થયા છે.

 55 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર