રાજ્યમાં આજે 1067 નવા કેસ નોંધાયા, વધુ 13 લોકોના મોત

રાજ્યમાં આજે 1021 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

રાજ્યમાં આજે કોરોનાના 1067 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 13 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2910 પર પહોંચ્યો છે. જ્યારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 87846 થઈ ગઈ છે. રાજ્યમાં આજે 1021 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 80 ટકા પર પહોંચ્યો છે.

આજે સુરત કોર્પોરેશન 159, અમદાવાદ કોર્પોરેશન 151, વડોદરા કોર્પોરેશન 88, જામનગર કોર્પોરેશન 77, સુરત 70, રાજકોટ કોર્પોરેશન 67, વડોદરા 32, રાજકોટ 31, ભાવનગર કોર્પોરેશન 30, પંચમહાલ 27, કચ્છ 25, ગીર સોમનાથ 20, ભાવનગર 19, મોરબી 17, અમરેલી 16, ગાંધીનગર 16, અમદાવાદ 14, બનાસકાંઠા 14, ભરૂચ 14, મહેસાણા 14, દેવભૂમિ દ્વારકા 13, જુનાગઢ 13, જુનાગઢ કોર્પોરેશન 13, પાટણ 12, મહીસાગર 11, પોરબંદર 11, ગાંધીનગર કોર્પોરેશન 10, નવસારી 10, બોટાદ 9, જામનગર 9, દાહોદ 8, નર્મદા 8, તાપી 8, ખેડા 7, અરવલ્લી 6, સાબરકાંઠા 5, વલસાડ 5, આણંદ 4, છોટા ઉદેપુર 2, સુરેન્દ્રનગર 2, કેસો મળી કુલ 1067 કેસો મળ્યા છે.

રાજ્યમાં આજે કુલ 1021 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને 63,065 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 18,19,198 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં 14,686 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 75 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,611 સ્ટેબલ છે.

 21 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર