અમેરિકામાં ભારતના આર્થિક સુધારાઓની પ્રશંસા, Retrospective Tax નાબૂદ કરવાના નિર્ણયનું સ્વાગત

ન્યૂયોર્કમાં ઉદ્યોગપતિઓ સાથે સીતારામનની બેઠક

કેયર્ન એનર્જી અને વોડાફોન સાથે હજારો કરોડ રૂપિયાનો હતો વિવાદ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે જો બાઇડન વહીવટીતંત્ર તેમજ અમેરિકાના કોર્પોરેટ ક્ષેત્રના દિગ્ગજોએ ભારત સરકારના સુધારાઓને ખૂબ જ સકારાત્મક પગલું ગણાવ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે ખાસ કરીને અમેરિકાની કંપનીઓ રિટ્રોસ્પેક્ટિવ ટેક્સ નાબૂદ કરવાના નિર્ણયને આવકાર્યો છે.

સરકાર દ્વારા 9 વર્ષ જૂનો રેટ્રોસ્પેક્ટીવ ટેક્સ પાછો ખેંચવાનો મહત્વપુર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ટેક્સને લઈને સરકારનો કેયર્ન એનર્જી અને વોડાફોન સાથે હજારો કરોડ રૂપિયાનો વિવાદ હતો.

સીતારામને કહ્યું, “અમે જે સુધારા કર્યા છે, ખાસ કરીને રિટ્રોસ્પેક્ટિવ ટેક્સ નાબૂદ કરવાનો નિર્ણયને યુએસ વહીવટીતંત્રે તેને ખૂબ જ સકારાત્મક પગલું ગણાવ્યું છે.” સીતારામને શુક્રવારે પોતાની યુએસ મુલાકાતના વોશિંગ્ટન ડીસીના સમાપન સમયે પત્રકારોને જણાવ્યું હતું કે કોર્પોરેટ જગતએ પણ આ નિર્ણયની પ્રશંસા કરી છે.

ટેક્સ વિભાગ દ્વારા 50 વર્ષ જૂનો બેકલોક ટેક્સ વસુલ કરી શકાયો હોત 

રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ એક્ટ દ્વારા ભારતને એ સત્તા આપવામાં આવી હતી કે આ કાયદાનો ઉપયોગ કરીને કોઈ પણ કંપની પર 50 વર્ષના જૂના બેકલોકને ધ્યાનમાં રાખીને કેપિટલ ગેઈન પર ટેક્સ વસૂલી શક્શે. આ કાયદાને કારણે કેયર્ન એનર્જી સાથે વિવાદ શરૂ થયો. આ ટેક્સની મદદથી સરકાર દ્વારા 17 કંપનીઓ પાસેથી કુલ 1.10 લાખ કરોડ રૂપિયા ટેક્સ તરીકે એકઠા કરવામાં આવ્યા હતા. આમાં, કેયર્ન પાસેથી કરવામાં આવેલા કલેક્શનનો આંકડો 10,247 કરોડ રૂપિયા પર પહોંચ્યો હતો.

 45 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી