ડ્રગ્સ કેસને લઈને NCB એક્શનમાં, મુંબઈમાં એક સાથે ત્રણ સ્થળોએ પાડ્યા દરોડા

 બાંદ્રા, અંધેરી અને પવઈમાં NCBના દરોડા

ક્રુઝ ડ્રગ્સ કેસને લઈને NCB એ તપાસ તેજ કરી છે. એનસીબીની ટીમે શહેરમાં એક સાથે ત્રણ જગ્યાએ દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ, આ દરોડા મુંબઈના બાંદ્રા, અંધેરી અને પવઈમાં પાડ્યા છે. ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ ખત્રીની એનસીબીએ ગુરુવારે પૂછપરછ કરી હતી. અધિકારીએ જણાવ્યું કે, NCB એ આ કેસમાં ત્રીજી વખત ખત્રીની પૂછપરછ કરી છે. તમને જણાવી દઈએ કે, ખત્રીની લગભગ ચાર કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

2 ઓક્ટોબરની રાત્રે ક્રૂઝ પર દરોડા દરમિયાન, NCB ને ડ્રગ્સ મળી આવતા આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલાઓમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા, નૂપુર સતીજા, ઇશ્મીત સિંહ ચઢ્ઢા, મોહક જયસ્વાલ, ગોમિત ચોપરા અને વિક્રાંતનો સમાવેશ થાય છે.

બાદમાં 3 ઓક્ટોબરે એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે આર્યન ખાનની અટકાયતની પુષ્ટિ કરી હતી અને બાદમાં સતાવાર રીતે આ કેસમાં આર્ય ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આર્યનની સાથે વધુ સાત લોકોની પણ તબીબી તપાસ કરીને ધરપકડ કરવામાં આવી છે.

જ્યારે 4 ઓક્ટોબરના રોજ આર્યન ખાન અને અન્ય આરોપીની જામીન અરજી પર પ્રથમ સુનાવણી મુંબઈની કોર્ટમાં થઈ હતી. જેમાં NCB એ 11 ઓક્ટોબર સુધી કસ્ટડી વધારવાની માગ કરી હતી. આર્યન ખાનના વકીલે દલીલ કરી હતી કે આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યુ નથી. જો કે કોર્ટ આર્યનને 7 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં મોકલી આપવાનો નિર્ણય કર્યો હતો.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી