પોલીસ ભરતીની આ પ્રક્રિયાથી ઉમેદવારો નિરાશ, નિયમ બદલવાની માંગ

‘5 કિલોમીટર 25 મિનિટમાં દોડી જનારા તમામને આપો તક..’

ગૃહ વિભાગ દ્વારા પોલીસ ખાતામાં વિવિધ પોસ્ટ પર મોટા પ્રમાણમાં ભરતીની જાહેરાત કરી છે. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટી દિવાળી બાદ નવેમ્બરમાં શરૂ કરવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે.

પોલીસ ભરતીમાં તૈયારી કરતા યુવાનો માની રહ્યા છે કે દોડમાં ઉંચા માર્કસ મેળવનાર ઉમેદવારોના 15 ગણા વધુ ઉમેદવારોને લેખીત પરીક્ષા માટે તક આપવામાં આવે છે, આવું ન હોવું જોઇએ. પરંતુ આ પ્રક્રિયાથી ઉમેદવારો નિરાશ છે તેઓનું કહેવુ છે કે ભાઈઓ માટે પાંચ કિલોમીટર દોડ માટે 25 મીનીટનો સમય હોય છે અને 25 મીનીટમાં જે ઉમેદવારો દોડ પુર્ણ કરે તેમને તમામને તક મળવી જોઈએ. પુરષ ઉમેદવાર 25 મિનિટમાં 5 km અને 9.30 મિનિટમાં 1600 મીટર દોડ પૂર્ણ કરનાર મહિલા ઉમેદવારોનું મેરીટ લિસ્ટ બનાવાશે. અગાઉ દોડમાં પાસ થનાર ઉમેદવારોનું મેરિટ લિસ્ટ નહોતું બનાવાતું. તેમનો સીધો સમાવેશ આગામી કસોટી માટે કરાતો હતો.

માત્ર શારીરિક ક્ષમતાથી જ મેરીટ બનાવાશે તો નોલેજેબલ ઉમેદવારો મળવા મુશ્કેલ બનશે, નિશ્ચિત સમયમાં દોડ પૂર્ણ કરનાર તમામ ઉમેદવારો સક્ષમ જ હોય છે. અગાઉ દોડમાં જે નિશ્ચિત સમયમાં પાસ થતા હતા તે તમામનો આગામી કસોટીમાં સમાવેશ થતો હતો. પરંતુ હાલ જે પાસ થશે એમાં પણ મેરીટ બનાવાશે એવો બદલાવ કરાયો છે, જે યોગ્ય નથી. ઉમેદવારોની સરકારને વિનંતી છે કે એમાં વિચારણા કરી નિયમમાં બદલાવ કરે. 

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી