11 વાગે- બંગાળમાં દીદીની પાર્ટી 191માં આગળ, ભાજપ 93માં આગળ..

નંદીગ્રમમાં મમતાદીદી હારી જાય તેવા વલણો આવી રહ્યાં છે..

ચાલુ વર્ષે માર્ચ-એપ્રિલમાં પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ હતી પરંતુ તેમાં બંગાળ પર ભાજપ સહિત સૌની નજર છે. આજે મતગણતરીના દિવસે 11 વાગ્યા સુધીના વલણ એટલે રૂઝાન જણાવે છે કે મમતાદીદીની પાર્ટી 191માં આગળ છે.

જો કે નંદીગ્રામમાં મમતાદીદી ભાજપના શુવેન્દુ અધિકારીથી ખૂબ જ પાછળ છે. અને કદાજ હારી જાય અને ટીએમસીની ત્રીજી વાર સરકાર બને તો તેમણે પેટા ચૂંટણીમાં જીતવુ પડે. અલબત આ બધી શક્યતાઓ ચાલી રહી છે.

.બંગાળમાં કુલ 294 બેઠકોમાંથી 147 બેઠકો બહુમતિ માટે જોઇએ. બે બેઠકોની ચૂંટણી યોજાઇ શકી નહોતી. તેથી 292 બેઠકોની મતગણતરી ચાલી રહી છે. 11વાગે આવેલા રૂઝાન પ્રમાણે ટીએમસીને 191 બેઠો મળે તેમ છે. જ્યારે ભાજપને 93 પર આગળ છે. જો કે ગણતરી હજુ ચાલી રહી છે. બપોર સુધીમાં ચિત્ર વધુ સ્પષ્ટ થશે.

 13 ,  1