ચૂંટણી પ્રચારના પડઘમ હવે પડશે શાંત, 11મીએ પ્રથમ તબક્કાનું મતદાન

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 11 એપ્રિલે પ્રથમ ચરણ હેઠળ થનાર મતદાનને ધ્યાનમાં રાખીને આજે 5 વાગે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જશે. ચૂંટણી પંચના નિયમો હેઠળ નિર્ધારિત સમય બાદ રેલી, જનસભા, ભાષણ અને રોડ શો કરી શકશે નહીં. એટલે કે પ્રચાર ગાડીઓના પૈડા થંભી જશે.

જો કે આ દરમિયાન કોઇ ઉમેદવાર આદર્શ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આપને જાણાવી દઇએ, પ્રથમ ચરણનું મતદાન 11 એપ્રિલે થશે. એવામાં ચૂંટણી પંચના આદેશ પર દરેક ઉમેદવારો તેમજ તેના પ્રચારકો દ્વારા પ્રચાર 9 એપ્રિલની સાંજે 5 વાગ્યા સુધી જ પ્રચાર કરવામાં આવશે. આ સમયગાળા બાદ ચૂંટણી કરવા પર તેને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવશે.

જો સંબધિત ઉમેદવાર તેમજ પ્રચારકોના વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનય 1951ની ધારાઓમાં કાર્યવાહી કરવામાં આવશે

 87 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી