September 19, 2021
September 19, 2021

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં ભીષણ અકસ્માતમાં 11નાં મોત

રાજસ્થાન-કર્ણાટક બન્ને અકસ્માતમાં કુલ 18 લોકોનાં મોત

કર્ણાટકના બેંગલુરુમાં ગત મોડી રાત્રે ઓડી કાર ઇલેક્ટ્રિક થાંભલા સાથે ઘડાકાભેર અથડાતા ભીષણ અકસ્માતમાં 7 લોકોના મોત નિપજ્યા છે ત્યાં બીજી બાજુ આજે સવારે રાજસ્થાનના બિકાનેરના નોખાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભયાનક અકસ્માત સર્જાયો છે જેમાં 11 લોકોને કાળ ભરખી ગયો છે. આમ મોડી રાત્રથી સવાર સુધી અકસ્માતમાં કુલ 18 લોકોએ જીવ ગુમાવ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, બિકાનેર-જોધપુર હાઇવે પર નોખા નાગૌર વચ્ચે ગામ શ્રી બાલાજી પાસે એક ક્રુઝર કાર અને ટ્રેલર જબરદસ્ત આમને-સામને ટકરાયા હતા.

આ અકસ્માતમાં કુલ 11 લોકોના મોત થયા છે જે પૈકી 8 લોકોએ ઘટનાસ્થળ પર દમ તોડ્યો હતો અને જ્યારે અન્ય ત્રણ ઘાયલો નોખા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકો મધ્યપ્રદેશના સાજનખેડવ દૌલતપુરના રહેવાસી હતા.

આ દુર્ધટના અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દુખ વ્યક્ત કરતા કહ્યું કે, નાગૌરના શ્રી બાલાજી વિસ્તારમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં મધ્યપ્રદેશ પરત ફરી રહેલા 11 પ્રવાસીઓના મોત અત્યંત દુ:ખદ છે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના, ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે અને મૃતકોની આત્માને શાંતિ મળે.

 21 ,  1