મોરબી: સગા માસાએ માસૂમ બાળકને જીવતો સળગાવ્યો, કારણ જાણી ચોકી જશો…!

મોરબીમાં 11 વર્ષ બાળકનું તેના સગા માસાએ અપહરણ કરીને જીવતો સળગાવી દઇ, ક્રુરતા પૂર્વક હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે. પત્ની સાથે સાઢુને આડા સંબંધની શંકાના આધારે માસાએ બાળકની હત્યા કરી નાખી છે.

ઘટના મળતી વિગત મુજબ, મોરબીના પાનેલી ગામે રહેતા અશોકભાઈ સતવારાને 11 વર્ષનો દીકરો હિતેશ છે. તે પોતાની ગલી પાસે નાસ્તો કરવા ગયા બાદ પરત ફર્યો ન હતો, તેથી પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. હિતેશનો પત્તો ન લાગતા આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી, અને શંકાસ્પદ વ્યક્તિ તરીકે અશોકભાઈના સાઢુ હાર્દિક ચાવડાનું નામ અપાયુ હતું.

પોલીસે તપાસ કરતા હાર્દિક ચાવડાએ હિતેશને મોતને ઘાટ ઉતારીને જીવતો સળગાવ્યો હોવાનું કબૂલ્યું હતું. હાર્દિક ચાવડાનુ નિવેદન સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. તેણે પોલીસ સમક્ષ કહ્યું હતું કે, તેની પત્નીના સાઢુ સાથેના આડા સંબંધો હોવાની શંકા વ્યક્ત કરી હતી. જેને લઈને બે સાઢુ ભાઈઓ વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદ બાદ હાર્દિક માસુમ હિતેશનું અપહરણ કરીને તેને ક્રુરતાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યો હતો.

 106 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી