September 26, 2022
September 26, 2022

ભ્રષ્ટાચાર અને અપરાધિક ગેરરીતિ મામલે CBIના 19 રાજ્યોમાં 110 જગ્યાએ દરોડા

દેશવ્‍યાપી અભિયાન હેઠળ સીબીઆઇએ કથિત ભ્રષ્‍ટાચાર, અપરાધિક ગેરરીતિ અને હથિયારોની તસ્‍કરીના નવા મામલા અંગે 19 રાજયોમાં 110 સ્‍થળો પર દરોડા પાડવામાં આવ્‍યા. આ મામલે સીબીઆઈએ અલગ-અલગ 30 કેસ નોંધ્યા છે. એક સપ્તાહ પહેલાં જ સીબીઆઈએ બેન્કો સાથે દગાખોરી કરનાર સામે સર્ચ ઓપરેશન ચલાવ્યું છે.

અધિકારીઓએ કહ્યું કે વધુ માહિતી મેળવાય રહી છે. કારણ કે દરોડાનું અભિયાન હજુ઼ ચાલુ જ છે. અને હજુ આંકડા વધી શકે છે. સીબીઆઇ એક સપ્‍તાહમાં બીજી વાર આ અભિયાન ચલાવી રહી છે. આવું જ અભિયાન મંગળવારે બેકિંગના ભ્રષ્‍ટાચારના આરોપીઓ વિરૂદ્ધ ચલાવામાં આવ્‍યું હતું.

2 જુલાઈએ સીબીઆઈએ સમગ્ર દેશના 18 શહેરોમાં 50 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ મામલે 14 કેસ દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દરેક મામલે રૂ. 640 કરોડના ફંડ ડાયવર્ઝન સાથે જોડાયેલા છે. સીબીઆઈની 12 ટીમ દિલ્હી, મુંબઈ, લુધિયાણા, થાણે, વલસાડ, પુણે, પલાની, ગયા, ગુરુગ્રામ, ચંદીગઢ, ભોપાલ, સુરત અને કોલાર સહિત ઘણાં વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે.

નાણાંમંત્રીએ લોકસભામાં કહ્યું હતું કે, નાણાકિય વર્ષ 2018-19માં પબ્લિક સેક્ટર બેન્કોમાં થયેલી દગાખોરીવાળા કેસની સંખ્યા 739 રહી છે. જે ગયા નાણાકિય વર્ષમાં 1,545 હતી. બેન્કોઓ છેલ્લા પાંચ વર્ષમાં કાયદાકીય કાર્યવાહી દ્વારા નોન પર્ફોમિંગ એસેટ તરીકે રૂ. 2 લાખ 6 હજાર 586 કરોડ રિકવર કર્યા છે.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી