September 23, 2020
September 23, 2020

છેલ્લા 24 કલાકમાં 1101 નવા કોરોનાના કેસ, 22 લોકોનાં મોત

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના કેસનો આંકડો 63,675 પર પહોંચ્યો 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1101 કેસ નોંધાયા હતા. આ સાથે વધુ 22 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2487 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,601 એક્ટિવ કેસ છે, જ્યારે 45,587 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

આજે સુરત કોપોરેશન 209, અમદાવાદ કોપોરેશન 143, વડોદરા કોપોરેશન 81, રાજકોટ કોપોરેશન 80, ભાવનગર કોપોરેશન 46, મહેસાણા 43, જામનગર કોપોરેશન 40, સુરત 28, પંચમહાલ 27, ભાવનગર 26, જુનાગઢ 21, વલસાડ 20, ગાંધીનગર 19, જુનાગઢ કોપોરેશન 19, નવસારી 19, અમરેલી 17, દાહોદ 17, ખેડા 17, આણંદ 16, ભરૂચ 16, કચ્છ 16, બોટાદ 15, વડોદરા 15, ગીર સોમનાથ 14, રાજકોટ 14, છોટા ઉદેપુર 13, દેવભૂમિ દ્વારકા 13, અમદાવાદ 12, જામનગર 12, ગાંધીનગર કોપોરેશન 10, નર્મદા 10, સુરેન્દ્રનગર 10, પાટણ 9, મોરબી 8, સાબરકાંઠા 8, પોરબંદર 7, તાપી 4, બનાસકાંઠા 3, અરવલ્લી 1, મહીસાગર 1 કેસો મળ્યા છે.

રાજ્યમાં આજે સુરત કોર્પોરેશનમાં 7, સુરતમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, દેવભૂમિ દ્વારકામાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, પાટણમાં 1, રાજકોટમાં 1 મળી કુલ 22 મોત થયા હતા.

રાજ્યમાં આજે કુલ 805 દર્દી સાજા થયા હતા અને 23,255 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.  રાજ્યમાં અત્યાર સુધીમાં 8,14,335 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

 26 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર