વડોદરામાં ગુમ થયેલું 6 દિવસનું બાળક બિહારમાંથી મળી આવ્યું, 6 લોકોની અટકાયત

અપહરણ બાદ બાળકને 4 લાખમાં વેચી દેવાયું હતું

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ નજીક લીલોરા ગામે માતાની સાથે સૂતેલા 6 દિવસના ગુમ નવજાત બાળક મળી આવ્યું છે. બાળકની સતત શોધ કરતી પોલીસને પાંચમા દિવસે સફળતા મળી છે. બિહારના રોહતાસ જિલ્લામાં 4 લાખમાં બાળક વેચાયું હોવાનું તપસામાં ખૂલ્યું છે. આ મામલે જિલ્લા પોલીસે 6 લોકોની અટકાયત કરી છે. બાળક સહીસલામત મળી આવ્યું છે. બાળકને લઈ જિલ્લા પોલીસ બિહાર થી પરત ફરી રહી છે. બાળકો વેચવા માટેની ગેંગની લિંક મળી આવી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, પુનમભાઈ દેવીપૂજકનો પરિવાર વાઘોડિયા તાલુકના જરોદ પાસેના લીલોરા ગામે રહે છે. તેમની પત્ની સંગીતાબેને 15 ઓક્ટોબરના રોજ બાળકને જન્મ આપ્યો હતો. બીજા જ દિવસે તેઓ દીકરાને લઈને ઘરે આવ્યા હતા. ત્યારે રાત્રે તેઓ દીકરાને લઈને સૂતા હતા ત્યારે બે વાગ્યાની આસપાસ તેમની આંખ ખૂલી હતી. તેમણે જોયુ તો બાજુમાં તેમનુ બાળક ન હતું. આ જોઈ તેમણે બૂમાબૂમ કરી હતી. આસપાસના પાડોશીઓ પણ મદદે દોડી આવ્યા હતા. તમામ લોકો બાળકને શોધવામાં લાગ્યા હતા. પણ બાળક ક્યાંય મળ્યુ ન હતું. આખરે પુનમભાઈ અને સંગીતાબેન ભાંગી પડ્યા હતા. અને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરીયાદ બાદ એફએસએલ, એલસીબી, SOG, DySP કલ્પેશ સોલંકી, PSI, ડી સ્ટાફ, SP સુધીર દેસાઈ સહિત ડૉગ સ્કોડની જુદી-જુદી ટીમો બનાવી સઘન શોધખોળ હાથ ધરાઇ હતી.

વડોદરા જિલ્લા એસ.પી.  સુધીરકુમાર દેસાઈએ જણાવ્યું કે, ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરતા બાળકની ભાળ મળી આવી હતી. જેમાં હાલોલના કલ્પેશ રાઠોડ સંડોવાયેલા હતા. આર્મીમાં નરેન્દ્ર રંજનને બાળક ન થતા કલ્પેશનો સંપર્ક 5 મહિના પહેલા થયો હતો. પ્રવીણ ચુનારાએ કાળીદાસ દેવી પૂજકનો સંપર્ક કરી રમણ રઠોડીયા અને કાળીદાસ દેવી પૂજકે બાળક ઉપાડ્યું હતું.  અપહરણ કરનાર કાળીદાસ અને પ્રવીણ ચુનારાની ધરપકડ કરવામાં આવી છે. 

કલ્પેશને 4 લાખ આપનાર આર્મીના નરેન્દ્ર રંજન સામે પણ ગુનો નોંધાયો છે. કિડનેપિંગ,  જુવેનાઇલ જસ્ટિસ 2015ની કલમનો ઉમેરો કરી ગુનો નોંધાયો છે.  તાંત્રિક વિધિ સાથે સંકડાયેલા, 108 બાળકો, ખિલખિલાટના સભ્યોની પૂછપરછ કરાઈ. 8 ટીમો અને 50નો સ્ટાફ તપાસમાં જોડાયો હતો. સિમ્સ હોસ્પિટલમાં ઓપરેટર તરીકે કલ્પેશ કામ કરે છે.

 99 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી