વડોદરા : ઉદ્યોગપતિ પિતા-પુત્રે ટ્રેન નીચે પડતું મૂકીને કરી લીધો આપઘાત

મકરપુરા રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પરથી બંનેના મૃતદેહો મળ્યા

વડોદરા શહેરના મકરપુરા રેલવે સ્ટેશન પાસે ટ્રેન નીચે પડતું મૂકીને ઉદ્યોગપતિ પિતા પુત્રએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. અલકાપુરીની સુવર્ણપુરી સોસાયટી રહેતા ફેક્ટરીના માલિક દિલીપ દલાલ અને પુત્ર રસેસ દલાલે મકરપુરા રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. રેલવે પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજીમાં ખસેડ્યા છે. 

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા 73 વર્ષીય ‌ફેકટરીના માલિક દિલીપભાઇ વિમલભાઇ દલાલ અને તેમના 43 વર્ષીય પુત્ર રસેશ દીલીપભાઇ દલાલના મૃતદેહ મારેઠા રેલવે ફાટક પાસેથી મળી આવ્યા હતા. મોડી રાત્રે પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતુ મૂકીને આપઘાત કર્યો હોવાની જાણ થતાં મોટી સંખ્યમાં લોકો ફાટક પાસે દૌડી આવ્યા હતા. તો બીજી તરફ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

ઉદ્યોગપતિનો પુત્ર અપરણિત હતો ઉદ્યોગપતિ દિલીપભાઇનો પુત્ર રસેશ અપરણિત હતો અને માનસિક બીમાર હતો. મકરપુરા ટિકિટ લેવા જઇએ છીએ, તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા. મંગળવારે સાંજે સાત વાગ્યે મકરપુરા અને વરણામાની વચ્ચે મારેઠા રેલવે ફાટક પાસે કોચુઅલ્લી-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન નીચે પડતુ મૂકી બંનેએ આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી