અમિત શાહે સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પી કર્યા નમન, એકતા પરેડ કરી

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે દેશના જવાનોએ કર્યું શૌર્યનું પ્રદર્શન

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કેવડિયામાં આજે ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરાશે. રાષ્ટ્રીય એકતાને વધુ સુદ્રઢ કરવા અખંડ ભારતના શિલ્પીની જન્મજયંતીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો આરંભ કરાવ્યો છે. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પી એકતા પરેડમા સહભાગી બનીને સલામી ઝીલશે. 

આ વર્ષે કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજયોની પોલીસની મોટર સાયકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે. 

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા દિવસની ઉજવણી માટે બે દિવસ કેવડિયા આવવાના હતા પરંતુ તેમનો વિદેશ પ્રવાસ નિશ્ચિત થયો હોવાથી આ કાર્યક્રમમાં કોણ આવશે તે મોટો પ્રશ્ન હતો પરંતુ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેવડિયા પહોંચ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજે સવારે કેવડિયા પહોંચ્યા છે અને એકતા દિવસની ઉજવણીમાં ભાગ લઇ રહ્યા છે.

ગૃહમંત્રી હેલિકોપ્ટર દ્વારા આણંદ જવા રવાના થશે

કેન્દ્રીય ગૃહમંત્રી આણંદમાં અમિત શાહ અમૂલના 75 યર્સ ઓફ મિલ્ક એન્ડ પ્રોગ્રેસ નામના એક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. કેવડિયામાં એક્તા પરેડમાં ભાગ લીધા બાદ અમિત શાહ 11.30 કલાકે ગૃહમંત્રી હેલિકોપ્ટર દ્વારા આણંદ જવા રવાના થશે.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી