1123 કિલો ડુંગળી વેચી ખેડૂતને થઈ માત્ર 13 રૂપિયા કમાણી…

આ રીતે થશે ખેડૂતોની બમણી આવક..?

શિયાળાની સિઝન દરમ્યાન ડુંગળીના ભાવમાં વધારો થયો છે. તેમ છતાં મહારાષ્ટ્રના સોલાપુરના એક ખેડૂતને 1123 કિલો ડુંગળી વેચતા અંદાજે 13 રૂપિયાની કમાણી થઈ. મહારાષ્ટ્રના ખેડૂત નેતાએ આ વાતનો સ્વીકાર ના કર્યો. તમને પણ આ વાત પર વિશ્વાસ નહીં આવે પરંતુ આ હકીકત છે.

મહારાષ્ટ્રના એક ખેડૂત નેતાએ આ બાબતને અસ્વીકાર્ય ગણાવી છે. તો સામે એક કમિશન એજન્ટે દાવો કર્યો હતો કે માલની ઓછી કિંમત નબળી ગુણવત્તાને કારણે લગાવવામાં આવી છે.

સોલાપુરના કમીશન એજન્ટ મારફતે કરવામાં આવેલા વેચાણની પાવતીમાં મહારાષ્ટ્રના એક ખેડૂત બપ્પૂ કાવડે બજારમાં 1123 કિલો ડુંગળી મોકલી અને ત્યાર બાદ તેને ફક્ત 1665.50 રૂપિયા મળ્યા. તેમાં ખેતરમાંથી કમીશન એજન્ટની દુકાન સુધી માલ લઈ જવાનો શ્રમ, લાગત, વજન કરવાનો શુલ્ક અને પરિવહન ખર્ચ સામેલ છે, જ્યારે ઉત્પાદન ખર્ચ 1651.98 રૂપિયા છે. તેનો અર્થ છે કે ખેડૂતેને માત્ર 13 રૂપિયા કમાણી થઈ.

કાવડેની વેચાણ રસીદ ટ્વીટ કરનારા સ્વાભિમાની શેતકારી સંગઠનના નેતા અને પૂર્વ લોકસભા સાંસદ રાજૂ શેટ્ટીએ કહ્યું, કોઈ આ 13 રૂપિયાનું શું કરશે. આ અસ્વીકાર્ય છે. ખેડૂતે પોતાના ખેતરમાંથી કમીશન એજન્ટની દુકાન પર ડુંગળીની 24 બોરી મોકલી અને બદલામાં તેણે આમાંથી માત્ર 13 રૂપિયાની કમાણી કરી.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી