અમદાવાદ : સાબરમતી વિસ્તારમાં હત્યા, લૂંટના ઇરાદે વૃદ્ધનું ગળું કાપ્યું

સોનાની ચેઈન, મોબાઈલ તેમજ બાઈક પર ગાયબ 

શહેરના સાબરમતી વિસ્તારમાં હત્યાની સનસની ઘટના સામે આવી છે. સિનિયર સિટીઝનની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. સિનિયર સિટીઝનની લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, સાબરમતીના ઠાકોર વાસ પાસે હત્યાનો બનાવ બન્યો હતો. સિનિયર સિટીઝન દેવેન્દ્રભાઈ રાવતની હત્યા કરવામાં આવી છે. ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. મૃતકના ગળામાં રહેલી સોનાની ચેઇન, બાઈક અને મોબાઈલની લૂંટ થઈ હોવાનું અનુમાન છે.

સાબરમતી પોલીસે ટેકનિકલ સર્વેલાન્સનાં આધારે તપાસ શરુ કરી છે. મૃતક સહારા ઇન્ડિયા બરોડ ખાતે નોકરી કરતા હતા. હાલ મૃતક દેવેન્દ્રભાઈ નિવૃત્ત જિંદગી જીવતા હતા. હાલ આ બનાવમાં પોલીસે લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની શકના આધારે તપાસ શરૂ કરી છે.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી