ઓમિક્રોનની દેહશતના પગલે વિશ્વભરમાં 5 દિવસમાં 11,500 ફ્લાઈટો રદ્દ

ન્યૂ યરના ટાણે જ ફ્લાઈટો રદ થતા પર્યટકો અને એરલાઈન કંપનીઓ મુશ્કેલીમાં

દેશ-વિદેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો પ્રકોપ વધી રહ્યો છે. અમેરિકાથી ભારતમાં સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ઘણા દેશોમાં ફરીથી પ્રતિબંધ લાદવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે. દરમિયાન, એરલાઈન ક્ષેત્ર પર ફરી એકવાર કોરોનાનું સંકટ આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, ગયા શુક્રવારથી અત્યાર સુધીમાં વિશ્વભરમાં 11,500થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

મંગળવારે 1100 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે
નવા વર્ષ નિમિત્તે આવી ફ્લાઈટ્સ રદ કરવી પ્રવાસીઓ અને એરલાઈન્સ કંપનીઓ બંને માટે મુશ્કેલી બની ગઈ છે. ફ્લાઇટ ટ્રેકર FlightAware અનુસાર, Omicron ના વધતા જતા પ્રકોપની અસર વિશ્વ પર પડી રહી છે. આ મુજબ સોમવારે લગભગ 3000 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી, જ્યારે મંગળવારે 1100 વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.

નવા વર્ષના ટાણે જ ફ્લાઈટો રદ કરવાના કારણે પર્યટકો અને એરલાઈન કંપનીઓ બંને પરેશાનીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં જ 4100 ફ્લાઈટો રદ કરવામાં આવી છે.

અમેરિકા અને બ્રિટન સહિત દુનિયાના ઘણા દેશોમાં ઓમિક્રોનના કારણે સંક્રમિત થયેલા લોકોની સંખ્યા વધી રહી છે.વિવિધ દેશોમાં કોરોનાના કેસ ફરી રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે ત્યારે તકેદારીના ભાગરુપે ઘણા દેશો પોતાની ફ્લાઈટસ રદ કરી રહ્યા છે.

એવા સમયે ફ્લાઈટસ રદ થઈ છે જ્યારે લોકો ક્રિસમસ વેકેશનમાં બહાર ફરવા માટે નિકળતા હોય છે.કેટલીક એરલાઈનો તો ઓમિક્રોનના કારણે સ્ટાફની અછતનો સામનો કરી રહી છે. આ પહેલા પણ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં એરલાઈન કંપનીઓ નુકસાન ભોગવી ચુકી છે ત્યારે તેમને ઓમિક્રોનના કારણે વધુ એક ફટકો પડે તેમ લાગી રહ્યુ છે.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી