ધ ઓલ થિંગ ઇઝ ઘેટ કે ભૈયા, સબસે બડા રૂપૈયા…

સુબ્રતો રોયની જેમ અંબાણીના પ્રસંગમાં પણ ઉમટ્યા સેલિબ્રિટીઓ

સહારા કંપનીના વડા સુબ્રતો રોયનો જ્યારે જમાનો હતો ત્યારે તેના વાર-તહેવાર અને પ્રસંગોમાં બોલિવુડ અને ક્રિકેટની હસ્તીઓ હાજરી આપતી હતી. પરંતુ જ્યારે રોયની પડતી થઇ કે, કાયદાકીય કેસમાં ગુંચવાઇ ગયા ત્યારે તેની પડખે કોઇ સેલિબ્રિટી આવીને ઉભી હોય એવું બન્યું નથી. કેટલાકને સુબ્રતો રોયની યાદ એટલા માટે આવી કેમ કે, એશિયાના સૌથી મોટા ધનિક મુકેશ અંબાણીના પૌત્રના જન્મ દિને અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી છે. અંબાણીએ મુંબમાં પોતાનું આલિશાન નિવાસ એન્ટિલિયાને બદલે ગુજરાતમાં જામનગર નજીક પોતાના આલિશાન બંગલામાં પૌત્રના જન્મદિનની ઉજવણી કરવાનું પસંદ કર્યું હતું. અને હાર્દિક પંડ્યા સહિતના સેલિબ્રિટીએ હાજરી આપી હતી.

ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણીના પૌત્ર પૃથ્વી આકાશ અંબાણીના પ્રથમ જન્મદિવસની ભવ્ય ઉજવણી જામનગર નજીક મોટીખાવડી સિૃથત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિલાયન્સ ગ્રીન્સ એરિયામાં આજે ઉજવવામાં આવી હતી.

જેમાં સામેલ થવા જાણીતી હસ્તીઓ જામનગરની મહેમાન બની છે અને સંગીત સંધ્યા સહિતનાં કાર્યક્રમોની ભવ્ય પાર્ટી યોજવામાં આવી હતી. આ ગ્રાન્ડ સેલિબ્રેશનમાં સહભાગી થવા ફિલ્મ-કલાકારો, ક્રિકેટરો સહિતની સેલિબ્રિટીઓનું આગમન થયું હતું.

જેમાં આજે વિમાન માર્ગે મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા પોતાના પરિવાર સાથે જામનગરના એરપોર્ટ પર આવ્યા હતા.  તેઓની સાથે હાદક પંડયા, ઝાહીર ખાન વગેરે પણ આવી પહોંચતાં  એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રણબીર કપૂર, આલિયા ભટ્ટ, દિપીકા પાદૂકોણ, રણવીર સિંહ સહિતના  કલાકારો અને ઉદ્યોગપતિ પાર્થ જિંદાલ પણ આવી પહોંચ્યા હતા.

આ પ્રસંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પરિવારના સર્વેશ્રી મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનિલ અંબાણી, ટીના અંબાણી, તેમજ તેઓના વેવાઈ અજય પીરામલ પણ ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિલાયન્સ ગ્રીન્સમાં સંગીત સંધ્યા સહિતના ભવ્ય કાર્યક્રમોની હારમાળા યોજાઇ હતી, જેમાં ભારતીય મશહૂર સિંગર અરિજીતસિંઘનું પણ જામનગરના એરપોર્ટ પર આગમન થયું હતું અને તેણે જન્મદિવસની પાર્ટીના જલસાને વધુ રંગીન અને સંગીતમય બનાવ્યો હતો.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી