એક ઝાટકે 118 નાયબ મામલતદાર, 13 મામલતદારને પ્રમોશન, 286ની બદલી

રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળી ભેટ, રાતોરાત મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર પ્રજા હિતના નિર્ણયો ઝડપથી લઇને વહીવટી તંત્રને સરળ બનાવી રહી છે તેના ભાગ રૂપે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ  જનતા માટે ત્વરિત નિર્ણયો લેવા કમર કસી છે. રવિવારે મોડી રાત્રે એક સાથે 118ની નાયબ મામલતાદોરની મામલતદાર તરીકે બઢતી કરતો હુકમ કરવામાં આવ્યા છે.  આ ઉપરાંત 13 મામલતદારોને ડેપ્યુટી કલેક્ટર તરીકે બઢતી સાથે નિમણૂક આપવામાં આવી છે.

118 નાયબ મામલતદારોને અપાયુ પ્રમોશન

રાજ્યમાં એક સાથે 286 મામલતાદોની બદલી જ્યારે 118ની નાયબ મામલતાદોરની મામલતદાર તરીકે બઢતી કરતો હુકમ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 13 મામલતદારોને ડેપ્યુટી કલેક્ટર તરીકે બઢતી સાથે નિમણૂક આપવામાં આવી છે. આ હુકમો સાથે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે અધિકારીઓ પણ પોતાની બઢતી આપેલી જગ્યાએ ત્વરિત કામગીરી શરૂ કરી દેશે અને જે રીતે સરકાર ઝડપથી નિર્ણય લે છે તે ઝડપથી અધિકારીઓ પણ પ્રજાના કાર્યો કરશે.

13 મામલતદારોને ડેપ્યુટી કલેક્ટર તરીકે બઢતી

મહેસુલ વિભાગ અને જિલ્લાની મહેસૂલી કચેરીઓમાં લાંબા સમયથી મામલતદારની ખાલી પડેલી જગ્યાઓ અને નાયબ મામલતદારોની બઢતી બાબતે ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવતી હતી ત્યારે તે રજૂઆતોને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વહીવટી તંત્રને વધુ જીવંત અને સરળ બનાવવા માટે મહત્વના નિર્ણય લીધો છે.

કુલ 286 મહેસૂલી અધિકારીની બદલી

કર્મચારીઓના હિતને ધ્યાને લઈ 118 નાયબ મામલતદારોને પ્રમોશન આપી મામલતદાર તરીકે અને 13 મામલતદારોને બઢતી આપી ડેપ્યુટી કલેકટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. સાથે સાથે 155 મામલતદારોને બદલીમાં કરી આમ કુલ 286 મહેસૂલી અધિકારીઓના હુકમો કરવામાં આવ્યા મહત્વનું છે કે આ અઠવાડિયામાં અગાઉ 40 જેટલા મામલતદારોની બદલી અંગેના હુકમો કરવામાં આવ્યા હતા.

 108 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી