ઓમિક્રોનથી ડર્યું બજાર, ખૂલતાંની સાથે જ ધડામ

સેન્સેક્સ 1,000 અંક તૂટ્યો, નિફ્ટી 16,700ની આસપાસ

નબળા વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજારની જબરદસ્ત ઘટાડા સાથે શરૂઆત થઇ છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 1000 અંક તૂટ્યો છે જયારે નિફટી પણ 300 અંક કરતા વધુના ઘટાડા સાથે નજરે પડી રહ્યો છે.

વિશ્વભરના બજારોમાંથી નબળા સંકેતો મળ્યા છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં વેચવાલી જોવા મળી રહી છે બીજી તરફ શુક્રવારે યુએસ બજારો પણ ઘટાડા સાથે બંધ થયા છે. શુક્રવારે ડાઉ જોન્સમાં 532 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો અને તે 35,365ના સ્તરે બંધ થયો હતો. નાસ્ડેક 11 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. S&P 500 ઇન્ડેક્સમાં પણ 48 પોઇન્ટની નબળાઇ જોવા મળી હતી.

કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને ચિંતા વધી રહી છે, વિશ્વના તમામ દેશોમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને લઈને ફરી એકવાર અનિશ્ચિતતાની સ્થિતિ સર્જાઈ રહી છે. યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં વધુ વધારાની જાહેરાતને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ પણ બગડ્યું છે.

વિશ્વની તમામ સેન્ટ્રલ બેંકો વ્યાજ દરો વધારવાની તૈયારી કરી રહી છે. એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટીમાં નબળાઈ છે. Nikkei 225, Strait Times, Hang Seng, Kospi, Taiwan Weighted અને Shanghai Composite પણ લાલ નિશાન નીચે જોવા મળે છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી