AAP-BJP ઘર્ષણ મામલો, AAPના નેતાઓને છોડાવવા જઈ રહેલા વકીલની પણ અટકાયત

મોડી રાતથી જ પોલીસે તમામ AAPના નેતાઓ કરી હતી અટકાયત

કમલમમાં AAP-ભાજપ વચ્ચેના ઘર્ષણનો કેસ મામલે મેટ્રો કોર્ટે આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોના જામીન નામંજૂર કર્યા છે. મોડી રાતે કોર્ટમાં રજૂ કરાયા બાદ તમામ 28 મહિલાઓને સાબરમતી જેલ મોકલાઈ છે. હેડક્લાર્કના પેપરલીક કૌભાંડ મામલે ગાંધીનગરમાં ગઈકાલે આમ આદમી પાર્ટીએ ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ પર ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આપના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆરપાટીલને પેપર લીક મામલે આવેદન આપવા પહોચ્યા હતા જ્યાં આપના કાર્યકર્તાઓએ કમલમનો ઘેરાવો કરતા હોબાળો મચ્યો હતો.

વિરોધ કરતા કાર્યકર્તાઓ અને આપના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. વિરોધપ્રદર્શન મામલે 6 આગેવાન સહિત 70 જેટલા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. આજે આમ આદમી પાર્ટી ધરપકડ મામલે વધુ ઉગ્ર બને એ પહેલાં અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓમાંથી AAPના મોટા નેતાઓની અટકાયત શરૂ કરવામાં આવી છે.

તો બીજી તરફ ‘આપ’ના નેતાઓને છોડાવવા માટે જતા વકીલની પણ પોલીસે અટકાયત કરી લીધી છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા જયેન્દ્ર આભવેકર આજે ગોપાલ ઇટલિયાના જામીન માટે ગાંધીનગર જવા માટે નીકળ્યા ત્યારે સ્થાનિક પોલીસે તેમને ડિટેઇન કરી લીધા હતા. વકીલ દ્વારા જામીન માટેના કાગળ તૈયાર કરી લેવામાં આવ્યા છે, પણ તેમને ડિટેઇન કરતાં હવે AAPના કાર્યકરોના વકીલ કોણ બનશે એ સામે પ્રશ્ન ઊભો થયો છે.

ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કાંડ મામલે વિરોધપ્રદર્શન અને ચેરમેન અસિત વોરાનું રાજીનામું માગવા ગાંધીનગર ભાજપ કાર્યાલય પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાઓની છેડતી, રાયોટિંગ સહિતના ગુનામાં ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. AAPના નેતા ઈસુદાન ગઢવી, નિખિલ સવાણી, પ્રવીણ રામ, ગોપાલ ઈટાલિયા, શિવકુમાર સહિતના નેતાઓની ધરપકડ બાદ આજે ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી