હેડ ક્લાર્ક પેપરકાંડ મામલો, વધુ બે યુવતીઓ સહિત 4ની ધરપકડ

પોલીસે અત્યાર સુધી 18 આરોપીની કરી ધરપકડ, હજુ શોધખોળ યથાવત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર લીક મામલે સાબરકાંઠા પોલીસે વધુ ચાર આરોપીની ધરપકડ કરી. દાનાભાઈ ડાંગર, કેયુર સંતકુમાર પટેલ, કૃપાલી સુરેશભાઈ પટેલ અને હિમાની વિનુભાઈ દેસાઈની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે અત્યાર સુધી 18 આરોપીની ધરપકડ કરી.

પોલીસે દીપલ પટેલ પાસેથી 14 લાખ 10 હજાર અને મુખ્ય આરોપી જયેશ પટેલ પાસેથી 20 લાખ કબ્જે કર્યા. અત્યાર સુધી પોલીસે મોબાઈલ તથા વાહનો અને રોકડ રકમ મળી 78 લાખ 46 હજાર કબ્જે લીધા છે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષા આખરે રદ કરી દેવામાં આવી છે. જે હવે માર્ચ મહિનામાં લેવાશે તેવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મંગળવારે જાહેરાત કરી હતી. નામ સામે આવતાં જ પેપર લીક કૌભાંડનો મુખ્ય આરોપી જયેશ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.

જો કે, મંગળવારે પોલીસે તેની પણ ધરપકડ કરીને ગાંધીનગર લઈ આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ ફરાર થયા બાદ જયેશ પટેલે પોતાનો એક વિડીયો વાયરલ કર્યો હતો જેમાં તેણે પેપર લીક કર્યું હોવાની કબૂલાત કરી હતી. તેમજ એમ પણ જણાવ્યું હતું કે, પોતે 30 લાખ રૂપિયામાં મંગેશ સિરકે પાસેથી પેપર ખરીદ્યું હતું. જો કે, ગાંધીગનર પોલીસની પૂછપરછમાં જયેશ ફરી ગયો હતો અને 23 લાખમાં પેપર ખરીદ્યું હોવાનું જણાવ્યું હતું.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી