અમદાવાદ : પૂર્વ સાંસદની હત્યાનો દોષિત લતિફ ગેંગનો ફરાર સાગરિત ઝડપાયો

1992માં રાધિકા જીમખાના ફાયરીંગ કેસમાં ક્રાઇમ બ્રાંચે કરી હતી ધરપકડ

પુર્વ સાંસદ રઉફવલી ઉલ્લાહના ખુન કેસમાં આજીવનની સજા ભોગવી રહેલો કેદી પેરોલ જમ્પ બાદ ફરાર થયેલો લતીફ ગેંગનો સાગરીત મોહમદઉંમર ઉર્ફે ફાઇટરને ઝડપી પાડ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વટવા વિસ્તારમાંથી ફાઇટરને દબોચી લીધો હતો.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, આરોપી મોહમદ ઉંમર ઉર્ફે ફાઇટર પઠાણ વટવા વિસ્તારમાં હાજર છે. બાતમી બાદ ક્રાઇમ બ્રાંચે વોચ ગોઠવી ફાઇટરને ઝડપી લીધો હતો.

પકડાયેલ આરોપીને પુછપરછ કરતા જણાવેલ કે, એલીસબ્રીજ ખાતે પુર્વ સાંસદ રઉફવલી ઉલ્લાહ નાઓનું ખુન કરેલ જે કેસમાં પોતાને આજીવન કેદની સજા થઇ હતી. માર્ચ મહિનામાં 40 દિવસના પેરોલ બાદ ફરાર થઇ ગયો હતો. હાલ ઝડપાયેલ કેદીને ક્રાઇમ બ્રાંચે ડીટેન કરી સાબરમતી સેન્ટ્રલ જેલમાં સોંપવા સારૂ તજવીજ કરવામા આવેલ છે.

આરોપીનો ગુનાહીત ઇતિહાસ:

  • સને-૧૯૯૨-૯૩ માં બાબરી ધ્વંસની ધમાલ તથા લતીફ ના શાર્પ શુટર શરીફખાન પઠાણને જાપ્તા માંથી ભગાડવાના કેસમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં પકડાયેલ છે.
  • સને-૧૯૯૨ માં રાધિકા જીમખાના ફાયરીંગ કેસોમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં પકડાયેલ છે.
  • એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૭૩૧/૧૯૯૨ ઇપીકો ૩૦૨ વિગેરે મુજબના ગુન્હામાં પકડાયેલ છે. જે કેસમાં આજીવન કેદની સજા થયેલ છે.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી