ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં સમય લંબાવાયો

કોરોના વકરતા લેવાયો નિર્ણય, રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ

ગઈ કાલે કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને ટકોર કરી હતી કે રાજ્યમાં કડક કોરોના નિયમો લાદવામાં આવે જે બાદ આજે નાઈટ કર્ફ્યૂનો સમય 11 થી 5નો કરી દેવામાં આવ્યો છે.

સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

ગુજરાતમાં કોરોના કેસોમાં ધરખમ વધારો થતાં 8 મહાનગરોમાં રાત્રિ કફર્યુંના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં મનપા વિસ્તારોમાં પ્રતિબંધો કડક બનાવવામાં આવ્યા છે. નાઈટ કર્ફ્યૂના સમયમાં રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરી નાખવામાં આવ્યો છે. આ પહેલાની ગાઈડલાઇનમાં નાઈટ કર્ફ્યૂનો સમય 1 થી 5 હતો. જેમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી મોદીએ બેઠકમાં અધિકારીઓને કહ્યું કે ઓમિક્રોનથી બચવા માટે આપણે સતર્ક અને સાવધાન રહેવું જોઈએ. સાંજના લગભગ 7 વાગ્યે શરુ થયેલી બેઠક એક કલાક સુધી ચાલી હતી તેમાં પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને દવાઓ અને ઓક્સિજનનો સ્ટોક વધારવા તથા દેશભરમાં વેક્સિનેશન વધારવા સંબંધિત નિર્દેશ આપ્યો હતો.

 130 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી