બાંગ્લાદેશમાં ફેરીમાં આગ લાગવાથી 41 જીવતા ભડથું, અનેક ઘાયલ

મૃત્યુઆંક વધવાની સંભાવના, 150થી વધુ દાઝ્યા

દક્ષિણ બાંગ્લાદેશમાં શુક્રવારે મુસાફરોને લઈ જતી બોટમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 40થી વધુ લોકોના મોત થયા છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે, મૃતકોની સંખ્યા વધી શકે છે. રાજધાની ઢાકાથી 250 કિમી દૂર ઝલકોટી જિલ્લામાં આ દુર્ઘટના બની હતી, જ્યારે સુગંધા નદીમાં બોટના એન્જિનમાં આગ લાગી હતી. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

વિગત મુજબ, રો-રો ફેરીમાં આગ લાગવાને કારણે 41 લોકો જીવતા ભડથું થયાં હતા, જ્યારે આગમાં 150થી વધુ લોકો દાઝી ગયા હોવાના અહેવાલ છે. ઘટના સુગંધા નદીની છે જ્યાં ફેરી બરગુના તરફ જઈ રહી હતી. તે જ સમયે, આ અકસ્માત થયો હતો.

મળતી માહિતી મુજબ આ ફેરીમાં લગભગ 1000 લોકો સવાર હતા. તે જ સમયે, આ અકસ્માત બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી લગભગ 250 કિલોમીટરના અંતરે થયો હતો. સ્થાનિક પોલીસે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, ત્રણ માળની ફેરીમાં ઓબિજાન-10માં નદીની વચ્ચે જ અચાનક આગ ભભૂકી હતી. આ સમગ્ર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત થયા છે, જ્યારે ખરાબ રીતે દાઝેલા લોકોની હાલતને કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે.

આપને જણાવી દઈએ કે, આગ એટલી ભીષણ હતી કે રો-રો ફેરીમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. લોકો જીવ બચાવવા નદીમાં કૂદી પડ્યા હતા.મૃત્યુના આ આંકડામાં, જ્યાં મોટાભાગના લોકો આગમાં સળગીને મૃત્યુ પામ્યા હતા, તો આ સાથે જ નદીમાં કૂદવાને કારણે પણ ઘણા લોકોના મોત થયા હતા. પ્રાથમિક તપાસમાં આગ ફેરીના એન્જિનમાં લાગી હોવાનું બહાર આવ્યું છે. ટીમ હજુ પણ બચાવ કામગીરી ચાલુ રાખી રહી છે અને આગનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી