સંગઠીત ગુનાખોરી કાયદાના 12 આરોપીઓ ચૂંટણીમાં ઉભા રહ્યાં…!!

જામનગર સહકારી બેંકના 12 ઉમેદવારો જેલમાં..?

ગુજરાત સરકારે સંગઠીત ગુનાખોરી અને આતંકવાદને રોકવા બનાવેલા ગુજકોક કાયદામાં ફેરફાર કરીને નવો ગુજશીટોક કાયદાનો અમલ શરૂ કર્યો છે. જામનગર જિલ્લામાં આ નવા કાયદા હેઠળ જેમની સામે ગુનાઓ નોંધાયા છે માંથી 12 આરોપીઓએ જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં ઉમેદવારી કરી છે અને તેમની ઉમેદવારી માન્ય રહેતા હવે સંગઠીત ગુનાખોરીના આરોપસરના ઉમેદવારો સ્થાનિક સહકારી ચૂટણી લડશે.

સૂત્રોએ કહ્યું કે બેંકની ચૂંટણી 13મીએ હાથ ધરાશે. જેમાં 12 ઉમેદવારો એવા છે કે જેમની સામે ગુજશીટોકનો કાયદો લાગૂ પાડવામાં આવ્યો છે. અને તેમની ઉમેદવારીને માન્ય પણરાખવામાં આવી હોવાથી આ 12 આરોપી ઉમેદવારો જેલમાં રહીને ચૂંટણી લડશે. એ જ રીતે મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂટણીમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી જેલમાં રહીને લડશે. ગેરરીતીના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી છે.

નોંધનીય છે કે જામનગર શહેર અને જિલ્લામાં ગુડાગીરી અને માફિયાગીરીને રોકવા રિલાયન્સના અગ્રણી પરિમલ નથવાણીએ રાજ્ય સરકારનું ધ્યાન દોરતાં સરકારે ત્વરિત પગલા લઇને કડક એવો ગુજસીટોક કાયદાનો અમલ જામનગરમાં કરીને સંખ્યાબંધ માથાભારે તત્વોને જેલમાં પૂર્યા છે અને નવાઇભરી રીતે તેમાંતી 12 જમાં એવા છે કે જેઓ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. અને ચૂંટણીમાં ઉભા રહ્યાં છે. જીત્યા પછી તેમને જામીન મળવાની શક્યતા છે.

 14 ,  1