કોંગ્રેસના 6 સહિત રાજ્યસભાના કુલ 12 સાંસદો સસ્પેન્ડ

જાણો ક્યાં ક્યાં સાંસદોને કર્યા સસ્પેન્ડ…

સંસદમાં આજથી શિયાળુ સત્રનો પ્રારંભ વિપક્ષના હોબાળા સાથે થયો હતો. સત્રની શરૂઆતમાં જ વિપક્ષ દ્વારા કૃષિ બિલ અને અન્ય મુદ્દાઓને લઈને હોબાળો મચાવવામાં આવ્યો હતો જેના કારણે કાર્યવાહી વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ ભારે હોબાળાની વચ્ચે કૃષિ બિલ સંસદના બંને સદનમાં પસાર થયું હતું અને બે વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. બીજી બાજુ સત્રમાં હોબાળો મચાવનાર 12 સાંસદોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એટલે કે તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં. જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને શિવસેનાના સાંસદોનો સમાવેશ થાય છે. મોન્સૂન સત્રમાં હોબાળો કરવા બદલ સાંસદો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એલામરમ કરીમ (CPM)
ફૂલો દેવી નેતામ (કોંગ્રેસ)
છાયા વર્મા (કોંગ્રેસ)
રિપુન બોરા (કોંગ્રેસ)
બિનય વિશ્વમ (CPI)
રાજમણિ પટેલ (કોંગ્રેસ)
ડોલા સેન (TMC)
શાંતા છેત્રી (TMC)
સૈયદ નાસિર હુસૈન (કોંગ્રેસ)
પ્રિયંકા ચતુર્વેદી (શિવસેના)
અનિલ દેસાઈ (શિવસેના)
અખિલેશ પ્રસાદ સિંહ (કોંગ્રેસ)

વિપક્ષના સભ્યોએ સસ્પેન્શન પર તીખી પ્રતિક્રિયા આપી છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને સાંસદ મનોજ ઝાએ કહ્યું કે જો સસ્પેન્શન પાછું ખેંચવામાં નહીં આવે તો કદાચ સમગ્ર વિપક્ષ આખા શિયાળુ સત્રનો બહિષ્કાર કરશે. શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, ‘હું અધ્યક્ષને મળીશ. જો આ મામલે સુનાવણી નહીં થાય તો હું કોર્ટમાં પડકારીશ. બીજી તરફ, બીજેપી ક્વોટાના રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ ખાનગી મીડિયા ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, 12 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કારણ કે તેમણે ચોમાસુ સત્ર દરમિયાન ગૃહમાં અરાજકતા ફેલાવી હતી અને ગૃહની ગરિમાનું ઉલ્લંઘન કર્યું હતું.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી