વડોદરા : 12 વર્ષની સગીરાને ખૂદ પિતાએ જ ધકેલી દીધી દેહવ્યાપારમાં…!

રીટા નામની યુવતી ચલાવતી હતી હાઈપ્રોફાઈલ કુટણખાનું

સંસ્કારી નગરી વડોદરામાં ઝડપાયેલા કુટણખાણામાં ચોકાવનારા દાવા થઇ રહ્યા છે. વાઘોડિયા રોડના સનરાઈઝ કોમ્પલેક્ષમાંથી કુટણખાનું ઝડપાયું હતું. જેમાં રીટા નામની મહિલા મોટાપાયે કુટણખાનું ચલાવતી હોવાની માહિતી સામે આવી હતી. PCB પોલીસે બાતમીના આધારે રેડ કરીને ઘટના સ્થળેથી 7 મહિલાઓ અને 3 ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. ગંદા ધંધામાં એક 12 વર્ષની બાળકીને તેના પિતાએ જ દેહવ્યાપારમાં મોકલી હોવાનુ બહાર આવ્યુ છે. બાળકીના પિતાએ જ સુરતથી વડોદરા મોકલી હતી. પોલીસ તપાસમાં આ મોટો ખુલાસો થયો છે. સુરતમા રહેતા પિતાએ બાળકીને મોકલી હોવાના પુરાવા પોલીસને મળ્યા છે. અન્ય મહિલાઓ બોમ્બે અને દિલ્હીથી વડોદરા આવી હતી.

શહેરના વાઘોડિયારોડ પર કુટણખાનુ ચાલતું હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસે ત્યાં જઇને તપાસ કરતા હાઇવે ચોકડી પાસે આવેલા સનરાઇઝ કોમ્પલેક્સના ત્રીજા માળે કૂટણખાનુ ચાલતું હોવાની માહિતી મળી હતી. જેથી, પોલીસે એક ડમી ગ્રાહકને મોકલી રેડ પાડી હતી. રેડ દરમિયાન પોલીસને ફ્લેટમાંથી ત્રણ ગ્રાહકો અને સાત કોલગર્લ મળી આવી હતી. જ્યારે કૂટણખાનુ ચલાવતી રીટા ઉર્ફે ચંદ્રિકા પટેલ પણ મળી આવી હતી.જોકે, અચાનક પોલીસ કોમ્પલેક્ષમાં આવતા આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યું હતું અને સ્થાનિકોના ટોળે ટોળા અહીં આવ્યા હતા.

ગ્રાહક દીઠ 400થી 500 રૂપિયા વસૂલવામાં આવતા..

આ કુટણખાના અંગે તપાસમાં માહિતી સામે આવી હતી કે, જે ગ્રાહકો કોઇનો રેફરન્સ લઇને આવે તેમને જ કૂટણખાનામાં એન્ટ્રી હતી.અને એક ગ્રાહક દીઠ 400થી 500 રૂપિયા લેવામાં આવતા હતા. રીટા પટેલ નામની મહિલા દલાલ મૂળ બોડેલીની વતની હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.

રીટા પટેલ છેલ્લા છ મહિનાથી પોતાના ફ્લેટમાં ચલાવતી હતી ગોરખધંધો

જે ફ્લેટમાં કૂટણખાનુ ચાલતુ હતું .તે ફ્લેટમાં રીટા પટેલ છેલ્લા ત્રણ વર્ષથી રહે છે. આ ફ્લેટ તેણે વેચાણથી રાખ્યો હતો. તેના કહેવા પ્રમાણે આ ફ્લેટનો વેચાણ દસ્તાવેજ તેણે કર્યો નહતો. જેથી,પોલીસે ફ્લેટની માલિકી અંગે પણ તપાસ હાથ ધરી છે. આ ફ્લેટમાં છેલ્લા છ મહિનાથી દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો. જોકે, કોમ્પલેક્સના રહીશો અને નીચે દુકાન ધરાવતા વેપારીઓને પણ આવો ગોરખધંધો અહીં થઇ રહ્યો છે તેની જાણ ન હતી.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી