રાજકોટ: 12 વર્ષના બે ભાઈઓએ માસૂમ બાળકી પર આચાર્યો દુષ્કર્મ

રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. કોઠારિયા સોલ્વન્ટ વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા પરિવારની બાળકી સાથે દુષ્કર્મ થયો છે તેવી ઘટના સામે આવી છે. બાળકીએ જ્યારે પેટ તથા ગુપ્તાંગના ભાગે દુખાવાની ફરિયાદ કરી હતી ત્યારે માતા-પિતાને શંકા જતા બાળકી સાથે પૂછપરછ કરતા આ વાતની જાન થઇ હતી.

બાળકીએ જણાવ્યું હતું કે, તેની બાજુમાં રહેતા 12 વર્ષના ભાઇઓએ તેની સાથે બળજબરીપૂર્વક કુકર્મ આચર્યાનું કહ્યું હતું. બાળકીની માતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં આ બે ભાઇઓ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમા જણાવ્યા મુજબ બાળરી ઓરડીમાં રમતી હતી ત્યારે બંને ભાઇઓ તેને પકડી લઇ એક ભાઇએ પકડી બીજાએ કપડા ઉતારી નાખ્યા હતા. બાદમાં બાળકી ઉપર કુકર્મ આચરતા તેણે દેકારો કરી મુક્યો હતો. ફરિયાદને આધારે મહિલા પોલીસે બંને તરૂણ ભાઇઓને પકડી લઇ જુવેનાઇલ હોમમાં મોકલી દીધા છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી