September 20, 2021
September 20, 2021

VIDEO : 1200 કરોડની મેડિકલ કોલેજ ધૂળ ખાય છે : આપ પાર્ટીનો દાવો

આપ નેતા સાગર રબારીએ વાયરલ કર્યો સ્થળ મુલાકાતનો વીડિયો

આમ આદમી પાર્ટીએ એવો દાવો કર્યો છે કે, ઉત્તર ગુજરાતના સિદ્ધપુરમાં દેશની સૌથી મોટી બનાવવામાં આવેલી આયુર્વેદિક મેડિકલ કોલેજ નવીનકોર છતા ખંડેર બની ગઈ છે જેને હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. અંદાજે 1200 કરોડના ખર્ચે સમગ્ર કોલેજ ઈમારત બનાવવામાં આવી છે જેમાં આજે કૂતરા રખડે છે, બારી બારણાંના ઠેકાણા નથી સ્વિચ બોર્ડ ઉખાડી ગયા છે. ફોલોરિંગ કાઢી ગયું છે ન ધણયાતુ બની ગઈ છે તેમ આપ પાર્ટીના ખેડૂત નેતા સાગર રબારીએ એક વિડિયો વાયરલ કરીને દાવો કર્યો છે.

રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં સૌ કોઈ વાકેફ છે કે હોસ્પિટલોમાં બેડ ઓક્સિજન સહિતની અછત સર્જાઈ હતી જેના પગલે લોકોને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો હતો. પરિણામે હોસ્પિટલ શરૂ કરાઈ હોત તો લોકોના જીવ બચી શક્યા હોત તેમ આ વીડિયોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે.

 229 ,  1