September 23, 2020
September 23, 2020

રાજ્યમાં 1204 નવા કેસ નોંધાયા, 14 લોકોના મોત

રાજ્યમાં આજે સૌથી વધુ કોરોના વાયરસના 72,857 ટેસ્ટ કરવામાં આવ્યા..

ગુજરાતમાં કોરોનો બેકાબૂ બની રહ્યો હોય તેમ દિવસેને દિવસે સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1204 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 14 દર્દીઓનાં મોત થયા છે.

સુરત કોર્પોરેશનમાં 169, અમદાવાદ કોર્પોરેશનમાં 156, વડોદરા કોર્પોરેશનમાં 97, સુરતમાં 82, રાજકોટ કોર્પોરેશનમાં 60, જામનગર કોર્પોરેશન 69, પંચમહાલ 44, કચ્છ 38, દાહોદ 32, રાજકોટ 37, ભરૂચ 31, અમરેલી 29, દાહોદ 28, મહેસાણા 27, અમદાવાદ 23, બનાસકાંઠા 23, વડોદરા 23, મોરબી 20, જુનાગઢ 19, ગાંધીનગર કોર્પોરેશન 18, ગીર સોમનાથ 17, ગાંધીનગર 16, ભાવનગર 15, પાટણ 15, આણંદ 14, જુનાગઢ કોર્પોરેશનમાં 13, ભાવનગર કોર્પોરેશન 12 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2869 પર પહોંચ્યો છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, આણંદમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, પાંચમહાલમાં 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મળી કુલ 14 લોકોના મોત થયા છે.

રાજ્યમાં હાલ 14320 એક્ટિવ કેસ છે, જ્યારે 67277 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 14231 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 84466 પર પહોંચી છે.

 62 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર