September 22, 2020
September 22, 2020

રાજ્યમાં કોરોનાના 1272 કેસ નોંધાયા, મૃત્યુઆંક 3 હજારને પાર

રાજ્યમાં હાલ 15390 એક્ટિવ કેસ, 84 દર્દી વેન્ટીલેટર પર

આજે કોરોનાના 1272 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3008 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15390 એક્ટિવ કેસ છે, જ્યારે 76757 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 84 દર્દી વેન્ટીલેટર પર છે અને 15306 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 95155 પર પહોંચી છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન 174, અમદાવાદ કોર્પોરેશન 146, વડોદરા કોર્પોરેશન 93, જામનગર કોર્પોરેશન 87, રાજકોટ કોર્પોરેશન 83, સુરત 83, રાજકોટ 36, ભાવનગર કોર્પોરેશન 35, પંચમહાલ 35, વડોદરા 35, ભાવનગર 33, ભરૂચ 30, કચ્છ 26, ગાંધીનગર 25, ગાંધીનગર કોર્પોરેશન 24, અમદાવાદ 23, મોરબી 23, અમરેલી 21, જામનગર 19, બનાસકાંઠા 18, સુરેન્દ્રનગર 18, દાહોદ 17, મહેસાણા 17, જુનાગઢ કોર્પોરેશન 16, પાટણ 15, દેવભૂમિ દ્વારકા 14, જુનાગઢ 14, ગીર સોમનાથ 13, ખેડા 12, આણંદ 11, અરવલ્લી 11, નવસારી 11, સાબરકાંઠા 10, છોટા ઉદેપુર 8, મહીસાગર 8, બોટાદ 7, વલસાડ 6, નર્મદા 5, ડાંગ 4, તાપી 4, પોરબંદર 2 કેસો મળી કુલ 1272 કેસો મળ્યા છે.

રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, ભાવનગરમાં 2, સુરતમાં 2, અમરેલીમાં 1, બનાસકાંઠામાં 1, જામનગરમાં 1, સાબરકાંઠામાં 1, વડોદરામાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 17 લોકોના મોત થયા હતા.

રાજ્યમાં આજે કુલ 1095 દર્દી સાજા થયા હતા અને 69,488 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 22,65,473 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

 47 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર