ભારતે 13 કરોડથી વધુ પરીક્ષણનું મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું…

મોટી સંખ્યામાં પરીક્ષણોના કારણે પોઝિટીવિટી દર નીચો લાવવાનું સુનિશ્ચિત થયું, કુલ કેસોમાંથી સક્રિય કેસનું ભારણ ઘટીને 4.86% થઇ ગયું

ભારતે વૈશ્વિક મહામારી સામેની જંગમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું છે. દરરોજ પ્રત્યેક દસ લાખની વસ્તીએ વધુને વધી પરીક્ષણો કરવાની પોતાની કટિબદ્ધતાને અનુરૂપ પ્રયાસો સાથે ભારતે છેલ્લા 24 કલાકમાં 10,66,022 પરીક્ષણો કર્યા હતા જેથી આજદિન સુધીમાં દેશમાં થયેલા કુલ પરીક્ષણોનો આંકડો 13,06,57,808 સુધી પહોંચી ગયો છે.

છેલ્લા એક કરોડ પરીક્ષણો માત્ર 10 દિવસના ટૂંકા સમયમાં જ કરવામાં આવ્યા છે.

દૈનિક સરેરાશ 10 લાખ કરતાં વધુ પરીક્ષણો સાથે એકંદરે પોઝિટીવિટી દર નીચલા સ્તરે જાળવી રાખવાનું સુનિશ્ચિત થયું છે અને હાલમાં આ દર સતત ઘટાડા તરફી છે. આજે એકંદરે પોઝિટીવિટી દર ઘટીને 6.93% નોંધાયો હતો જે 7%ના મહત્વપૂર્ણ આંકડા કરતાં ઓછો છે. ગઇકાલે દૈનિક પોઝિટિવિટી દર માત્ર 4.34% હતો. ઘણી મોટી સંખ્યામાં પરીક્ષણોના કારણે તબક્કાવાર પોઝિટિવિટી દરમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં કોવિડના વધુ 46,232 કેસો સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે. 4.34%નો દૈનિક પોઝિટિવિટી દર એવું સૂચવે છે કે, વસ્તી સમુદાયમાં સંક્રમિત કેસોને શોધી કાઢવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં પરીક્ષણો કરવામાં આવ્યા હતા. યૂરોપિયન અને અમેરિકન દેશોમાં દૈનિક ધોરણે ખૂબ જ મોટી સંખ્યામાં નવા કેસો વધી રહ્યાં છે તેથી ભારત આ બીમારીને નિયંત્રણમાં રાખવા માટે સતત પગલાં લઇ રહ્યું છે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં કોવિડના કેસોની સંખ્યામાં વધારો થયો હોવાથી કેન્દ્ર સરકારે તમાર રાજ્યો અને કન્દ્ર શાસિત પ્રદેશોને સતર્ક રહેવાની સલાહ આપી છે.

24 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણોની સંખ્યા સમગ્ર દેશની સરેરાશ કરતાં વધારે છે.

12 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યે દસ લાખની વસ્તીએ પરીક્ષણોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી છે અને તેમને પરીક્ષણોની સંખ્યામાં તબક્કાવાર વધારો કરવા માટે તાકીદ કરવામાં આવી છે.

ભારતમાં નોંધાયેલા પોઝિટિવ કેસોમાંથી હાલમાં સક્રિય કેસોની સંખ્યા 4,39,747 છે જે 4.86% છે અને 5%ના મહત્વપૂર્ણ આંકડા કરતા નીચલા સ્તરે ટકી રહ્યું છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 49,715 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 84,78,124 થઇ ગઇ છે. આજે, સાજા થવાનો દર પણ વધીને 93..67% થઇ ગયો છે. સાજા થયેલા કેસો અને સક્રિય કેસો વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે અને હવે આ આંકડો 80,38,377 થઇ ગયો છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 78.19% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

દિલ્હીમાં કોવિડમાંથી સૌથી વધુ 8,775 દર્દી એક દિવસમાં સાજા થયા છે જ્યારે ત્યારબાદ મહારાષ્ટ્ર અને કેરળમાં અનુક્રમે 6,945 અને 6,398 નવા દર્દી સાજા થયા છે.

નવા પુષ્ટિ થયેલા પોઝિટિવ કેસોમાંથી 77.69% દર્દીઓ ફક્ત દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં નવા 6,608 કેસ પોઝિટીવ નોંધાયા છે. કેરળમાં ગઇકાલે નવા 6,028 જ્યારે મહારાષ્ટ્રમાં 5,640 નવા કેસ દૈનિક ધોરણે નોંધાયા હતા.

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 564 દર્દીએ જીવ ગુમાવ્યો છે જેમાંથી 82.62% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી મહારાષ્ટ્રમાં 155 દર્દીઓ સાથે સૌથી વધુ 27.48% મૃત્યુ નોંધાયા છે. દિલ્હીમાં વધુ 118 દર્દી મૃત્યુ પામ્યા છે જે નવા નોંધાયેલા મૃત્યુમાં 20.92% દર્દી હોવાનું સૂચવે છે.

 25 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર