ગ્વાલિયરમાં બસ-ઓટો રિક્ષા વચ્ચે ટક્કર, ઘટનાસ્થળે 13 લોકોના મોત

ટક્કરમાં 12 મહિલાઓ અને ઓટો ચાલક સહિત 13 લોકોના મોત 

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મંગલવારે સવારે ઓટો રિક્ષા અને બસ વચ્ચે અકસ્માતમાં 13 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં ઓટો રિક્ષાનો ડ્રાઇવર અને તેમાં બેઠેલી 12 મહિલાઓનો સમાવેશ છે. તમામ મહિલાઓ આંગણવાડીમાં સ્કૂલનાં બાળકો માટે રસોઇ બનાવવા જઇ રહી હતી. અકસ્માતમાં 9 મહિલા અને ઓટો રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. ઇજાગ્રસ્ત અન્ય ત્રણ મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેઓને પણ મૃત જાહેર કરવામાં આવી હતી.

અન્ય ત્રણને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓટો ગ્વાલિયરથી મુરેના રોડ પર ચમન પાર્ક તરફ જઈ રહી હતી, ત્યારે બસ મુરેનાથી ગ્વાલિયર તરફ આવી રહી હતી. અકસ્માત આનંદપુર ટ્રસ્ટ હોસ્પિટલની સામે સર્જાયો હતો.

તમામ 12 મહિલાઓ બે ઓટો રિક્ષામાં સવાર થઈને જઇ રહી હતી, પરંતુ એક ઓટો રિક્ષા રસ્તામાં ખરાબ થઈ ગઈ હતી માટે તેમાં બેઠેલી મહિલાઓને બીજી ઓટો રિક્ષામાં
બેસાડી દેવામાં આવી હતી.

 79 ,  1