September 21, 2020
September 21, 2020

ભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની 13 ટીમો રાજ્યભરમાં તૈનાત

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, NDRFની 13 ટીમો અલગ અલગ વિસ્તારમાં તૈનાત

ગુજરાતમાં વિવિધ જીલ્લાઓમાં ભારે તથા સામાન્ય વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા તો મેઘમહેરના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં સારા વરસાદની આગાહી આપી છે. તારીખ 13, 14 અને 15 તારીખે સારા વરસાદની આગાહી આપવામાં આવી છે. 16 તારીખે પણ કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે. 15 ઓગસ્ટે સુરતની આસપાસના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. 16 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી આપવામાં આવી છે.

ત્યારે રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની 13 ટીમો તૈનાત કરવામાં આવી છે. . હવામાન વિભાગની આગાહીને પગલે 13 NDRFની ટીમોને અલગ અલગ જિલ્લામાં સ્ટેન્ડ ટુ કરાઈ છે. ભારે વરસાદની આગાહીને પગલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, નવસારી જિલ્લાઓમાં NDRFની ટુકડી તૈનાત કરાઈ છે. સાથે જ વડોદરા હેડ ક્વાર્ટર પર પણ એક ટીમ તૈનાત રહેશે. 

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટમાં 4 ઈંચ, ગોંડલમાં 4 ઈંચ, વીરપુરમાં 3 ઈંચ, ઉપલેટામાં 3 ઈંચ, જસદણમાં 2 ઈંચ, લોધીકામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. જ્યારે શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

જૂનાગઢ પંથકમાં પણ મોડીરાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જેથી વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી.બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જતાં વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. આ સાથે અરવલ્લી જિલ્લામાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લાના ધનસુરા અને ભિલોડામાં ધોધમાર વરસાદથી મુખ્ય બજારોમાં પાણી ભરાયા હતા. જિલ્લામાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદથી શહેરીજનોમાં આનંદનો માહોલ છવાયો છે.

 59 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર