September 23, 2020
September 23, 2020

સગીરા સાથે નિર્ભયા જેવી દરિંદગી..! ખૂનથી લથપથ માસૂમ ઘસડાતી પાડોશીના દરવાજે પહોંચી

દરિંદોને હૈવાનિયતની તમામ હદે કરી પાર..! માસૂમને એકલી જોઇ પીંખી નાખી..

દેશની રાજધાની ફરી એકવાર શર્મસાર થઇ છે. હવસખોર શેતાનોએ માસૂમ સગીરા સાથે દરિંદગીની તમામ હદ વટાવી.. દુષ્કર્મ બાદ સગીરાની હત્યાની પણ કોશિશ કરવામાં આવી હતી. જો કે સગીરાને મૃત સમજી ફરાર થઇ ગયા હતા. બાદમાં સગીરા ખૂનથી લથપથ મદદ માટે હાથ લંબાવી રહી હતી. નજીકના પાડોશીઓ પોલીસને જાણ કરી સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી.

ઘટનાની વિગત મુજબ, દિલ્હીમાં 13 વર્ષની સગીરા સાથેની હેવાનિયતની ઘટના સામે આવી છે. ઘટના પશ્ચિમ વિહાર વેસ્ટના પીરાગઢી વિસ્તારની છે. સગીરાને ઘરે એકલી જોઇ દરિંદોએ હેવાનિયતની તમામ હદપાર કરી દીધી હતી. વિરોધ કરતાં ધારદાર કાતર વડે એના પર હુમલો કરવામાં આવ્યો હતો. અને લોહીથી લથપથ કિશોરીને મરી ગયેલી સમજીને નરાધમો નાસી ગયા હતા.

લોહીયાળ સ્થિતિમાં આ કિશોરી ઘસડાતી ઘસડાતી પાડોશીના ઘર સુધી આવી હતી અને મદદ માટે કરગરતી હતી. એ થોડી મિનિટ સુધી બેહોશ જેવી સ્થિતિમાં ઊંહકારા કરતી હતી. પાડોશીનો દરવાજો ખટખટાવીને પછી પાછી બેહોશ થઇ ગઇ. એની સ્થિતિ જોઇને પાડોશી પણ સ્તબ્ધ થઇ ગયા એના ગુપ્તાંગોમાંથી સતત લોહી વહી રહ્યું હતું. એ જોઇને ડરી ગયેલા પાડોશીએ સૌ પ્રથમ પોલીસને જાણ કરી હતી.

પોલીસ તરત ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકીને તરત સંજય ગાંધી હૉસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં એની સ્થિતિ ગંભીર જણાતા એને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીઝ (AIIMS)માં રિફર કરી હતી. એની સ્થિતિ ગંભીર કહેવાય છે.

આ ઘટના બની ત્યારે આ કિશોરી ઘરમાં એકલી હતી. મૂળ બિહારનો આ પરિવાર પીરાગઢીમાં ભાડે રહેતો હતો. ત્રણ માળના આ મકાનમાં નાની નાની પચીસેક ઓરડી છે. એવી એક ઓરડીમાં આ પરિવાર રહે છે. આ કિશોરીના માતા પિતા એક કારખાનામાં મજૂરી કરે છે. એને એક મોટી બહેન પણ છે.

મંગળવારે સાંજે ચારેક વાગ્યે આ ઘટના બની હોય એવું પોલીસ માને છે. AIIMSના ડૉક્ટરોએ એના શરીર પર ઠેર ઠેર ડ્રેસિંગ કર્યું હતું અને ઇજાગ્રસ્ત અંગોમાં ટાંકા લીધા હતા. પોલીસ માને છે કે ગુનેગારો સ્થાનિક હોવા જોઇએ જેમને જાણ હોય કે રોજ આ સમયે આ કિશોરી ઘરમાં એકલી હોય છે.  પોલીસે પોતાની રીતે બાતમીદારો દ્વારા તપાસ શરૂ કરી દીધી હતી.

 79 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર