ખંભાતમાં 9 કલાકમાં 14 ઇંચ વરસાદ

ખંભાત શહેરમાં સવારથી મેધરાજ પધરામણી સવારથી સતત પડી પહેલા વરસાદના પગલે શહેર દરિયામાં ફેરવાયું,બપોરના 12 થી 3માં સવાનવ ઇંચ વરસાદ ખાબક્યો અને દિવસ દરમિયાન 14 ઇંચ વરસાદ વરસ્યો છે.જેના પગલે સાલવા,જહાંગીરપુર,રબાડીવાડ,સાગર સોસાયટી,મોચીવાડ, બાવા બાજીસા સહિતના વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઇ ગયા હતા.

ભારે વરસાદના પગલે નગરજનો ઘરમાં પુરાઇ રહેવાનો વખત આવ્યો હતો. દોઢ માસમાં માત્ર 8 ઇંચ વરસાદ નોંધાયો હતો.તેની સામે 9 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબકતા સીઝન વરસાદની ખોટ ભાગી નાંખી હતી. તેમજ નગરજનો વડોદરાવાળી થવાનો ભય સતાવી રહ્યો છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી