જગતના નાથનું મામેરુ જોવા ઉમટી ભીડ, જોઇ લો તેની એક ઝલક

142મી રથયાત્રાને લઇ ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાંથી આજે તેમનું મોસાળું મંદિરમાં આવશે. ગઇકાલે સરસપુર રણછોડરાય મંદિરમાં મોસાળાના દર્શન યોજાયા હતા. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીને મોસાળામાં આપવામાં આવતા શણગારના હજારોની સંખ્યામાં લોકોએ દર્શન કર્યા હતા. તેમજ મામેરાના દર્શન માટે શ્રદ્ધાળુઓએ કડીયાવાડથી મંદિર સુધી લાઈન લગાવી હતી.

આ મામેરામાં સોનાનો ઢોળ ચડાવેલ દોઢ કિલોનો હાર, સોનાની 3 વીંટી અને ત્રણ દોરા ચડાવવામાં આવ્યા છે. રવિવારે સાંજે 4થી રાત્રે 09.30 વાગ્યા સુધી ભાણેજોને ફળનો મનોરથ કરવામાં આવ્યા છે.

આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરુ કરવાની તક શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળી છે. તેમણે 20 વર્ષ અગાઉ ભગવાનનાં મામેરા માટે નામ નોંધાવ્યું હતું. જો કે 20 વર્ષ જેટલી લાંબી રાહ જોયા બાદ પટેલ પરિવારને આ સદનસીબ પ્રાપ્ત થયું છે. આ મામેરા પાછળ આશરે 10 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે.

પોતાની ખુશી વ્યક્ત કરતાં કાનજીભાઈએ જણાવ્યું કે, જગતના નાથનું મામેરું કરવાની મારી ખૂબ ઈચ્છા હતી. આજથી 20 વર્ષ પહેલા જેમણે મામેરું કર્યું હતું, તે જોઈને મને ઈચ્છા થઈ હતી કે, હું પણ આ રીતે મામેરુ કરું. ત્યારે મેં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે આખરે લકી ડ્રોમાં મારો નંબર લાગ્યો છે. તેથી અમે પોતાની જાતની નસીબદાર ગણાવીએ છીએ.

 15 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર