September 26, 2022
September 26, 2022

#142RathYatra: 18 હાથી, 101 ટ્રક, 30 અખાડા, 5 બેન્ડવાજા સાથે નગરચર્યાએ નીકળશે જગન્નાથ

ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાને લઇ અમદાવાદ પોલીસ કમિશનર એ. કે સિંઘની આગેવાનીમાં પોલીસે આજે સવારે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. જમાલપુર મંદિરથી સરસપુર મંદિર ત્યાંથી પરત મંદિર સુધીના કુલ 22 કિલોમીટરના રૂટ પર પોલીસે રિહર્સલ કરીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી હતી.

આ રથયાત્રામાં 18 હાથી, 101 ટ્રક, 30 અખાડા, 03 રાસમંડળી, 18 ભજનમંડળી, 7 કાર, 1 ઘોડાઘાડી, 5 બેન્ડબાજા, 3 રથની પરવાનગી આપવામાં આવી છે. રથયાત્રાનો રૂટ 19.7 કિમી છે. રથયાત્રા સવારે 7 વાગ્યે જમાલપુરના જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરશે. જમાલપુર મંદિરથી જમાલપુર દરવાજા, ખમાસા ચોકડી, રાયપુર ચાર રસ્તા, કાલુપુર સર્કલ થઈ બપોરે 12 વાગ્યે સરસપુર પહોંચશે.

ત્યાં વિશ્રામ બાદ બપોરે 1.30 વાગ્યે કાલુપુર સર્કલ થઈ પ્રેમ દરવાજા, દરિયાપુર જોર્ડન રોડ, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, શાહપુર અડ્ડા, આરસી, હાઈસ્કૂલથી દિલ્હી ચકલા પરત આવી ઘી કાંટા ચાર રસ્તા, પાનકોર નાકા અને ખમાસા થઈ રાત્રે 8.30 વાગ્યે જમાલપુર જગન્નાથ મંદિર પહોંચશે. રથયાત્રામાં પોલીસની તૈયારીઓ પહેલા સમયસર આવનાર 1થી 30 ટ્રકોને પોલીસ કમિશનર કુલ 3 લાખનું ઇનામ આપશે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી