September 26, 2022
September 26, 2022

142મી રથયાત્રા: જગન્નાથની નગરયાત્રા માટે પોલીસનું ‘ગ્રાન્ડ રિહર્સલ’

ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાને લઇ અમદાવાદ પોલીસ કમિશનર એ. કે સિંઘની આગેવાનીમાં પોલીસે આજે સવારે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. જમાલપુર મંદિરથી સરસપુર મંદિર ત્યાંથી પરત મંદિર સુધીના કુલ 22 કિલોમીટરના રૂટ પર પોલીસે રિહર્સલ કરીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી હતી.

રૂટ પેટ્રોલિંગમાં 15થી વધારે ટુકડીઓ જોડાઇ હતા. જેમાં 80થી વધારે જવાનો હાજર રહ્યા હતા. તમામ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તો આ રથયાત્રા દરમ્યાન ખોટા મેસેજ વાયરલ ના થાય અને કોમ્યુનલ વાયોલેશનથી બચવા ખાસ બ્રીફિંગ પણ કરવામાં આવ્યું હતું.

રથ, હાથી, ટ્રકો, અખાડા અને ભજનમંડળીની સુરક્ષની જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને શિરે હોય છે. મુવિંગ બંદોબસ્તમાં ક્રાઈમ બ્રાન્ચ જેસીપી, 5 DCP, 15 ACP, 37 PI, 177 PSI સહિત રથયાત્રાન બંદોબસ્ત રેન્જોમાં વહેંચાયો છે. જેમાં દરેક રેન્જમાં એસપી કક્ષાના અધિકારીને જવાબદારી સોંપાઈ છે. જેમાં 8 IG, 23 DCP, 44 ACP, 119 PI એમ મળી કુલ 25000 પોલીસકર્મીઓ તહેનાત રહેશે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી