અમદાવાદમાં 142મી રથયાત્રાને લઈને સમગ્ર શહેરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોલીસ વડા શિવાનંદ ઝા અને શહેર પોલીસ કમિશ્નર એ.કે સિંઘ સહીતના પોલીસકર્મીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, સમગ્ર રથયાત્રાના રૂટ પર 45 જગ્યાએ કેમેરા લગાડવામાં આવ્યા છે. કુલ 94 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. કોન્સ્ટેબલો અને ઉચ્ચ અધિકારીઓ મળી 25000 પોલીસનો કાફલો તૈનાત રહેશે. બીડીડીએસ, કવિક રિસ્પોન્સ ટીમ, એનસેજીની ટીમ પણ રહેશે. સાત જેટલા વાહનોમાં કેમેરા લગાવવામાં આવશે. જે સીધા કંટ્રોલરૂમમાં કનેક્ટેડ હશે. આ બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા.
31 , 1