ગીર સોમનાથના દરિયામાં ભારે પવન અને વરસાદના કારણે 15 બોટ ડૂબી

અંદાજે 10થી વધુ માછીમારો લાપતા

રાજ્યમાં છેલ્લા બિ દિવસથી એકાએક વાતાવરણ પલટાની ભારે અસર વર્તાઈ છે. અમદાવાદ સહિત ઠેર ઠેર વરસાદ અને પવન ફૂંકાયાની માહિતી સામે આવી છે. ત્યાં ગીર સોમનાથથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ગીર સોમનાથના દરિયામાં 15 જેટલી બોટ દરિયામાં ડૂબી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. એટલું જ નહીં 15 જેટલા માછીમાર પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે અગાઉ દરિયો ન ખેડવાની સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરને કારણે રાજ્યમાં ભારે પવન અને વરસાદની આગાહી કરી હતી. તેની સાથે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચનાઓ પણ આપી હતી. તે છતાંય માછીમારો દરિયામાં ગયાં હતાં. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં છુટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા છેલ્લા 3 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌથી વધુ સુરતના ઉમેરપાડામાં 6 ઈંચ કમોસમી વરસાદ પડ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

 58 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી