અમદાવાદઃ શાહપુર દરવાજા પાસે પડ્યો 15 ફૂટ ઊંડો ભૂવો, રીક્ષા- બે બાઇક ભૂવામાં ખાબક્યા

ભૂવો પડતા તંત્રમાં દોડધામ, કોઇ જાનહાનિ નહીં

શહેરના શાહપુર દરવાજા પાસે મસમોટો ભૂવો પડ્યો છે. વગર વરસાદે રસ્તા વચ્ચે જ ભૂવો પડ્યો છે. આ ભૂવામાં રીક્ષા અને બે બાઇક ખાબક્યા છે. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. મેટ્રો રેલ નું કામ ચાલી રહ્યું છે, એ જગ્યાએ ૧૫ ફૂટ જેટલો ઊંડો પડ્યો ભૂવો પડ્યો છે. સ્થાનિક લોકોએ અનેક વાર રજૂઆત કરી હતી. હાલ, તો કોર્પોરેશન દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે તેમજ ભૂવા ફરતે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે.

જણાવી દઇએ, જે સ્થળે ભુવો પડ્યો છે તે સ્થળે મેટ્રો રેલનું કામ ચાલી રહ્યું છે. પરંતુ મેટ્રો રેલની કામગીરીમાં બેદરકારીને લઇને સ્થાનિકોએ અનેક વખત તંત્રને રજૂઆતો કરી છે. તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઇ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર