કર્ણાટકઃ 15 બાગી ધારાસભ્યો પર સુપ્રીમ કોર્ટ આજે સંભળાવી શકે છે ચુકાદો

સુપ્રીમ કોર્ટ આજે કર્ણાટકના 15 બાગી ધારાસભ્યો મામલે પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. વાસ્તવમાં આ તમામ ધારાસભ્યોના રાજીનામા કર્ણાટક વિધાનસભાના સ્પીકર કે આર રમેશ કુમારે સ્વીકાર્યા નથી જેના કારણે આ બાગી ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ કેસમાં સુનાવણી કરીને મંગળવારે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અમે એ નક્કી ન કરી શકીએ કે સ્પીકર રાજીનામુ સ્વીકાર કરે કે નહિ.

કેસની સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યુ કે જ્યારે 10મું શિડ્યુલ (એન્ટી ડિફેક્શન લૉ) જોડવામાં આવ્યુ હતુ તો સ્પીકરને ઘણો ઉંચો દરજ્જો આપવામાં આવ્યો હતો પરંતુ છેલ્લા 100-25 વર્ષોમાં સંભવતઃ આને ફરીથી જોવાની જરૂર છે. આ કેસમાં સ્પીકર, મુખ્યમંત્રી અને તમામ ધારાસભ્યોનો પક્ષ સાંભળ્યા બાદ આજે સુપ્રીમ કોર્ટ આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવી શકે છે.

તમને જણાવી દઈએ કે 6 જુલાઈ બાદથી કોંગ્રેસ અને જેડીએસના 13 ધારાસભ્ય પોતાનુ રાજીનામુ આપી ચૂક્યા છે. જેના કારણે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સંખ્યા 117થી ઘટીને 101 સુધી પહોંચી ગઈ છે જ્યારે ભાજપ પાસે કુલ 105 ધારાસભ્ય છે.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી