ઓક્સિજન પ્લાન્ટ્સના સંચાલન માટે તાલીમબધ્ધ કર્મચારીઓ પણ તૈયાર કરો…

લીકેજની ઘટના વખતે દર્દીઓને મુશ્કેલી પડવી ન જોઇએ- PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહામારીની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી સમગ્ર દેશમાં 15,00 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાના આદેશની સાથે સાથે આ ઓક્સિજન પ્લાન્ટનું સારી રીતે સંચાલન થાય તે હેતુથી કર્મચારીઓને સંબંધિત તાલિમ આપવા પણ ભાર મૂક્યો છે. કેમ કે બીજી લહેર વખતે એક ઓક્સિજન પ્લાન્ટમાં ટેન્કરમાંથી ઓક્સિજન ભરતી વખતે લીકેજની ઘટના બની હતી. જેમાં કેટલાક દર્દીઓને સહન કરવું પડ્યું હતું. સંભવત્ : આ ઘટનાને ધ્યાનમાં રાખી વડાપ્રધાને તાલિંમ બંધ કર્મચારીઓ પણ તૈયાર કરવા કહ્યું છે.

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે તૈયારીઓ ઝડપી બનાવી છે. દેશમાં મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતાને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી અને ૧૫૦૦ ઓક્સિજન પ્લાન્ટ લગાડવાના આદેશ આપ્યા હતા.

આ પ્લાન્ટ્સને દેશના વિવિધ ભાગોમાં લગાડવામાં આવશે. પીએમ મોદીએ આ બેઠકમાં અધિકારીઓને કહ્યું કે તેઓ નક્કી કરે કે આ કામ ખૂબ જ ઝડપથી શરૂ થાય. સાથે જ હોસ્પિટલના સ્ટાફને પણ ઓક્સિજન પ્લાન્ટ માટેનું સંચાલન કઈ રીતે કરવું તે માટેની ટ્રેનિંગ પર પણ ભાર મૂક્યો હતો.

આ ઓક્સિજન પ્લાન્ટ્સની ફન્ડિંગ પીએમ કેર્સ ફંડમાંથી કરાશે. આનાથી દેશમાં ચાર લાખ ઓક્સિજન બેડ તૈયાર કરવામાં મદદ મળશે. પીએમ મોદીએ આ બેઠકમાં કહ્યું કે, દરેક જિલ્લામાં એવા કેટલાક લોકો હોવા જોઇએ, જેમને ઓક્સિજન પ્લાન્ટ્સનું સંચાલન અને દેખરેખની દ્રષ્ટિએ ટ્રેનિંગ અપાય. 

ભારતમાં માર્ચથી લઇને મે સુધી ચાલેલી કોરોનાની બીજી લહેરમાં મોટાપાયે કોરોનાના કેસ મળ્યા હતા. આટલું જ નહીં, પહેલી લહેરની સરખામણીએ બીજી લહેરમાં મોટાપાયે ઓક્સિજનની કમી જોવા મળી હતી. મુંબઇ, દિલ્હી, બેંગલુરુ સહિત દેશના તમામ શહેરોમાં મેડિકલ ઓક્સિજન, વેન્ટિલેટર બેડ્સ વગેરેની કમી જોવા મળી હતી.

 60 ,  1