એક ઝાટકે 1500 વિદ્યાર્થીઓને કરાયા ‘કેદ’

આ દેશમાં કોરોનાની રિએન્ટ્રી, યુનિવર્સિટી કેમ્પસ સીલ

ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસે ફરી એક વખત ચીનમાં આતંક ફેલાયો છે. અહીંયા આવેલ એક યુનિવર્સિટીમાં કોરોના સંક્રમણ વધી ગયું જેના કારણે અહીયા 1500 કરતા વધારે વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંજ આઈસોલેટ કરવામાં આવ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં પણ ભયનો માહોલ ફેલાયેલો છે.

ચીનના દાલિયાન પ્રાંતમાં નોર્થ વેસ્ટર્ન સિટીમાં ઝુંગાઝે યૂનિવર્સિટી આવેલ છે. જ્યા રવિવારના દિવસે કોરોનાના ઘણા બધા કેસો સામે આવ્યા જેના કારણે યૂનિવર્સિટી કેમ્પસને સીલ કરી દેવામાં આવ્યો છે. સાથેજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ હોટલોમાં અને હોસ્ટલોમાં મોકલી દેવામાં આવ્યા છે. જ્યાથી તેઓ ઓનલાઈન ક્લાસ ભરી રહ્યા છે.

ચીનમાં વધી રહેલા કોરોનાના કેસને કારણે ત્યાની સરકાર હવે તુરંત મોટા નિર્ણયો લઈ રહી છે. થોડા ઘણા કેસ પણ જો સામે આવે તો ચીન તુરંત લોકડાઉન લગાવી દે છે. ક્વોરન્ટીન, ટેસ્ટિંગ અને ટ્રાવેલ પર રજિસ્ટ્રેશન હવે અહીયાની લોકો માટે સામાન્ય બાબત બની ગઈ છે. જોકે સંક્રમણને કાબૂમાં રાખવા અહીયા વેક્સિનેશન અભિયાન પણ પૂર જોશમાં ચાલી રહી્યું છે.

કોરોનાને કાબૂમાં લેવા માટે અહીયાની સરકાર બૂસ્ટર ડોઝની તૈયારી કરી રહી છે. સાથેજ સરકાર દ્વારા અહીયા અમુક નિયમો પણ બનાવામાં આવ્યા છે. જેમકે રાજધાની બેઈજિંગમાં જો કોઈ યાત્રીએ જવું હોય તો તેણે નેગેટિવ રિપોર્ટ કઢાવો ફરજિયાત છે. જેમા તે રિપોર્ટ 48 કલાક જૂનો હોવો જોઈએ.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી